નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારીયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા સહિતનાની ઉપસ્થિતિ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા આગામી શ્રેણીબધ્ધ કાર્યક્રમોની તૈયારીના ભાગપે એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ગુજરાતભરના ભાજપના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અનેકવિધ કાર્યક્રમોની પરેખા ઘડવામાં આવી હતી.
ભાજપના અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બુથી લઈ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાય તે અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ અને આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી.આ બેઠકમાં શહેર ભાજપના હોદ્દેદારો, તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિતિ રહ્યાં હતા.