ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપાનો પુન: વિજય નિશ્ચિત છે: વિજયભાઇ રૂપાણી
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ સ્તરનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજની આ કાર્યશાળા યોજવામાં આવી છે. ૨૦૧૯ની ચૂંટણી એ દેશના ગૌરવ તેમજ દેશના સાર્વભૌમત્વની રક્ષા માટેનું યુધ્ધ છે.
રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રજી યાદવે તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, તમામ વિપક્ષો એક છે એવો ભ્રમ કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા છેલ્લા કેટલાય સમયી ફેલાવવામાં આવી રહ્યો હતો. પારદર્શક શાસન વ્યવસ અને ભ્રષ્ટાચારવિહિન રાજનીતિ અને પોલીટીક્સ ઓફ પર્ફોમન્સ એ ભાજપાની ઓળખ છે. ૨૦૧૪ પછીની દેશની તમામ ચૂંટણીઓમાં ભાજપાનો વિજય દર્શાવે છે કે, દેશના લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ ભરોસો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમાપનસત્ર સંબોધતા જણાવ્યુ હતુ કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી એ દેશની દિશા નક્કી કરવા માટેની મહત્વની ચૂંટણી છે તેમજ વર્ષોથી ભાજપાના હજારો કાર્યકર્તાઓએ ત્યાગ, તપ અને બલીદાન આપી દેશ માટે જે સપનુ જોયુ હતુ તે સાકાર કરવા માટેની અંતિમ લડાઇ છે. આપણી પાસે નરેન્દ્રભાઇ મોદી જેવું સક્ષમ નેતૃત્વ છે, સાફ નિયત છે, પ્રજાનો વિશ્વાસ છે. રાષ્ટ્રવાદી વિચારધારા અને લોક કલ્યાણકારી નીતિઓનું આ ભાથું લઇ આપણે પ્રજા વચ્ચે જવાનું છે.
જ્યારે કોંગ્રેસ અને વિપક્ષો પાસે કોઇ નેતા નથી, નિયત નથી, કાર્યકર્તા નથી કે કોઇ વિચારધારા નથી. વિપક્ષી ગઠબંધનમાં વડાપ્રધાનના ઉમેદવાર માટેની લડાઇ અને હરિફાઇ જામી છે. ચૂંટણી નજીક આવતા – આવતા વિપક્ષી ગઠબંધન વેરવિખેર થઇ જવાનું છે.
રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી.સતીષજીએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનું મહત્વ સમજાવતાં જણાવ્યુ હતુ કે, ભારતના રાજનૈતિક ઇતિહાસમાં વિપક્ષોને આટલા હતાશ, નિરાશ, અસંતુલિત અને અવિવેકી ક્યારેય દેશવાસીઓએ જોયા નથી. લોકસભા પ્રભારી ટીમ લોકસભા ક્ષેત્રોમાં જઇ કાર્યકર્તાઓને મળી આંકલન – સંકલન કરી ગુજરાતના પ્રત્યેક બૂમાં ભાજપાનો વિજય થાય તે પ્રકારની કાર્યયોજના બનાવે.
પ્રદેશ ભાજપા સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લોકસભા પ્રભારી ટીમની કાર્યપધ્ધતિ, કાર્યયોજનાઓ, બૂથ સશક્તિકરણ યોજના વગેરે બાબતો વિશે વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યુ હતુ કે, લોકસભા પ્રભારી ટીમ આગામી મહિનામાં પોતાને સોંપાયેલ લોકસભા બેઠકનો ત્રણ દિવસીય પ્રવાસ કરી મંડલના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સંગઠનલક્ષી કામગીરી બાબતે તેમજ પેજપ્રમુખ વ્યવસ તા બૂથ મેનેજમેન્ટ બાબતે ચર્ચા વિચારણા કરશે. તે ઉપરાંત લોકસભા દીઠ વિસ્તારકોની યાદી, લીગલ ટીમ, સોશીયલ મીડિયા ટીમ વગેરે જેવી વ્યવસ સુગઠીત કરવાનું કાર્ય લોકસભા પ્રભારી ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે.