કલમ ૩૭૦ અને ૩૫-એને લઈ ભાજપ-પીડીપી આમને-સામને આવ્યા

કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫-એને હટાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેનો કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફતી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહેબુબા મુફતીનું કહેવું છે કે, કાશ્મીરને ખાસ રાજયનો દરજ્જો આપી કલમો હટાવવી ન જોઈએ. આ સાથે મુફતીએ એમ પણ કહ્યું હતું કે, કલમ ૩૭૦ અને ૩૫-એ જાળવી રાખવાની વાત ઉપર જ ભાજપ અને પીડીપીનું ગઠબંધન થયું હતું. એક તરફ કેન્દ્ર સરકાર કલમ ૩૭૦ને રદ કરવા માટે કાર્યવાહી કરી રહી છે અને આ બાબતે કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે ભાજપ અને પીડીપીનું ગઠબંધન તૂટવાના આરે હોય તેવું લાગી રહ્યું છે.

કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવાની તૈયારી શરૂ થઈ હોવાથી મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ વિપક્ષી નેતા ફા‚ક અબદુલ્લાહ સાથે વાત કરી હતી અને આ બાબતે તેમનું સમર્થન માંગ્યું હતું. મહેબુબા મુફતીએ વડાપ્રધાન મોદી સાથે પણ વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાને તેમને કલમ ૩૭૦ બાબતે ખાતરી આપી છે કે, તેને દૂર કરવામાં નહીં આવે હવે આ કલમ બાબતે ભાજપ અને પીડીપીના ગઠબંધનમાં તિરાડો પડી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે સરકાર કોઈપણ ભોગે કલમ ૩૭૦ને દુર કરવા માટે કટીબધ્ધ છે જેનો પીડીપી દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.