કમલેશ મીરાણીની આગેવાનીમાં ભાજપ કાર્યકર્તાઓએ ખાદી ગ્રામોધોગ ભંડાર ખાતે હસ્તકલા આધારિત સ્વદેશી ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડમાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ દ્વારા શહેરના ત્રિકોણબાગ પાસે આવેલ ખાદી ગ્રામોધોગ ભંડાર ખાતે સામુહિક કાર્યક્રમો યોજાયો હતો.ખાદી ભવન ખાતે કાર્યકર્તાઓના વિશાળ સમુહ દ્વારા મોટા પ્રમાણમાં સામુહિક કરાઈ. જેમાં ખાદી ગ્રામોધોગ ભંડાર ખાતે હસ્તકળા દ્વારા બનાવાયેલ વિવિધ સ્વદેશી ચીજ-વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરાઈ. જેના થકી દેશના લઘુ ઉધોગોને બળ પુરુ પડાશે.આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે આવા કાર્યક્રમો થકી સ્વદેશી અને લઘુ ઉધોગને પ્રોત્સાહન મળે તે દેશના વિકાસ માટે જરૂરી છે. જેવી રીતે સ્વરાજ જન્મસિઘ્ધ અધિકાર છે તેવી જ રીતે ખાદી પણ આપણો જન્મસિઘ્ધ અધિકાર છે અને તેનો ઉપયોગ કરવો તે આપણી જીવન પર્યત્ની ફરજ રહેશે અને ખાદીના ઉપયોગ થકી જ સ્વરાજને પ્રતિપોષણ મળશે.વધુમાં તેઓએ જણાવેલ કે જયાં સુધી ખાદી ચલણી નાણાની જેમ પ્રચલિત નહીં થાય ત્યાં સુધી ગાંધીજીની સ્વરાજની પરિકલ્પના અપૂર્ણ રહેશે. ખાદી દ્વારા લઘુ ઉધોગો સાથે જોડાયેલ નાના પાયાના ઉધોગકારોનું ઉત્થાન થતું હોય છે.તેમજ ખાદી રાષ્ટ્રીય એકતાનું પણ પ્રતિક છે. ચરખા અને સ્વદેશી ખાદી થકી ભારતને સ્વતંત્રતા અપાવનાર મહાત્મા ગાંધીજીને સામુહિક કાર્યક્રમ દ્વારા શહેર ભાજપ થકી સાચી શ્રદ્ધાંજલી અપાઈ છે તેવો સૂર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ વ્યકત કર્યો હતો.