સંભવીતોના નામો પ્રદેશ ભાજપ દ્વારા દિલ્હી હાઈકમાન્ડને મોકલાશે: 11 કે 12 જુલાઈએ નામો જાહેર થવાની સંભાવના
ગુજરાતની રાજયસભાની ખાલી પડનારી ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આવતીકાલે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથષ જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. દરમિયાન રાજયસભાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામો નકકી કરવા માટે આગામી 10મી જુલાઈના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં સંભવીતોનાંનામોની ચર્ચા કરી તમામ નામો દિલ્હી દરબારમાં મોકલવામાં આવશે. 11 અથવા 12મીજુલાઈના રોજ ભાજપ ઉમેદવારોના નામની ઘોષણા કરે તેવી શકયતા હાલ જણાય રહી છે.
ગુજરાતના રાજયસભના સાંસદ એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાની મુદત આગામી 8મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે. ગુજરાતની ત્રણ સહિત બંગાળ અને ગોવાની સાત સહિત કુલ 10 બેઠકો માટે આગામી 24મી જૂલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. હાલ વિધાનસભામાં સભ્ય સંખ્યા જોતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ર્ચિત માનવામાંઆવી રહી છે. કોંગ્રેસ રાજય સભાની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખે તેવી શકયતા પણ નહિવત છે. ભાજપ દ્વારા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરને રિપીટ કરવામાં આવે તેનિશ્ર્ચિત છે. જુગલજી ઠાકોર અને જગદીશ અનાવડિયાના સ્થાને નવા ચહેરાની પસંદગી કરવામાં આવશે. રાજયના એક સિનિયર ક્ષત્રીય નેતાને રાજયસભાની ટીકીટ આપવામાં આવશે.તેવું ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. જયારે અન્ય એક બેઠક માટે ઓબીસી કે દલીત સમાજમાંથી આવતા આગેવાનને રાજયસભામાં લઈ જવામાં આવશે.
રાજયસભાની 3 બેઠકો માટે ઉમેદવારો નકકી કરવા માટે આગામી 10મી જુલાઈના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારો પસંદ કરવા મનોમંથન કરવામાં આવશે. સંભવિતોના નામ દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપવામાં આવશે. ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 13મીજુલાઈ હોય ભાજપ 1મીએ મોડીરાત્રે અથવા 12મી જુલાઈએ ઉમેદવારોના નામની ઘોષણા કરશે.