સાંજે ૪ કલાકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ‘કૃષિ સુધારાઓ થકી આત્મનિર્ભર ખેડૂત’ વિષય પર સંબોધન કરશે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે સાંજે ૬.૩૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય ’શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે આગામી વિધાનસભા પેટાચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.જેમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામા આવશે.
આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ’ કમલમ’, ગાંધીનગર ખાતે રાજ્યની આઠ વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી અંતર્ગત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ પેટા ચૂંટણી ના પ્રદેશ ઇન્ચાર્જ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રી સાથે મોરચા સહ બેઠકો યોજાશે. આ બેઠકમા પ્રદેશ ભાજપાના યુવા, મહિલા, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ, કિસાન અને લઘુમતી એમ સાતેય મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.
આજે સાંજે ૪.૦૦ કલાકે કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ’કૃષિ સુધારાઓ થકી આત્મનિર્ભર ખેડૂત’ વિષય ઉપર સંબોધન કરશે. આ પ્રસંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ વીડિયો કોન્ફરન્સ દ્વારા થનાર સંબોધનનું ભાજપા ગુજરાતના ફેસબુક, ટ્વિટર અને યુ-ટ્યૂબ પેજ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.