જસદણ માર્કેટીંગ યાર્ડ બાદ હવે વિંછીયા યાર્ડમાં પણ ભાજપનો કબજો
જસદણ વિધાનસભા વિસ્તારમાં ગત સપ્તાહે જસદણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની આખી પેનલ વિજેતા થયા બાદ આજે વિછીયા ખાતે પણ ભાજપની પેનલ વિજેતા થઇ હતી.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિછીયા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થતા મનસુખભાઈ નાથાભાઈ કોરડીયા 139 મત, જેસાભાઈ લીંબાભાઇ ખિહડીયા 134 મત, પીતામ્બરભાઈ બાબુભાઈ ગુડલીયા 137 મત, ઠાકરશીભાઈ લઘરાભાઈ ગોહિલ 144 મત, જેઠાભાઈ સોમાભાઈ ચાવડા 139 મત, કડવાભાઈ કાનાભાઈ જોગરાજીયા 125 મત, જીવનભાઈ મોહનભાઈ રાજપરા 141 મત, વશરામભાઈ સવાભાઈ રાઠોડ 127 મત, ધીરુભાઈ ભલાભાઇ વાસાણી 140 મત, મનહરભાઈ પોપટભાઈ વિરજા 134 મત સાથે ખેડૂત વિભાગમાં વિજેતા જાહેર થયા હતા
જ્યારે વેપારી વિભાગમાં ભગવાનભાઈ વાલાભાઈ ખાંભલીયા 22, કાદરભાઈ દાદાભાઈ ગીગાણી 22, બીપીનકુમાર કાંતિલાલ જસાણી 28, અલ્પેશકુમાર જીતેન્દ્રભાઈ મકવાણા 34 મત મળતાં વેપારી વિભાગમાં વિજેતા જાહેર થયા હતા.
વિછીયા યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા જિલ્લાના સહકારી અગ્રણી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા સહિતના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.