સુરત મહાનગરના ભાજપના પેજ પ્રમુખ તેમજ પેજ કમિટિના સભ્ય બનનાર વકીલોએ પેજ સમિતિની રચના પૂર્ણ કરી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત મહાનગરના ભાજપાના પેજપ્રમુખ તેમજ પેજકમિટીના સભ્ય બનનાર વકીલઓનો કાર્યક્રમ યોજાયો. ભાજપા લીગલ સેલ સુરત દ્વારા ’પેજ સમિતિ અભિયાન’ અંતર્ગત આયોજિત આજના આ કાર્યક્રમમાં સુરતના પ્રતિષ્ઠિત વકીલઓએ પેજસમીતિની રચના પૂર્ણ કરી ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સુપરત કરી હતી. આ કાર્યક્રમમાં સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય મતી સંગીતાબેન પાટીલ તેમજ સુરત ભાજપા સંગઠનના પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે તેમના સંબોધનમાં ભાજપાની વિચારધારા, કાર્યપદ્ધતિ, મજબૂત અને નિર્ણાયક નેતૃત્વ પ્રત્યે સમર્થન દર્શાવી પેજસમિતિનો હિસ્સો બનવા બદલ સૌ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટીલે આદર્શ સમાજના નિર્માણ માટે જાગૃતતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવા માટે સૌ વકીલઓને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાડી અને રાષ્ટ્રવાદી કાર્યશૈલીથી સૌ કોઈ પ્રભાવિત થયું છે. પેજસમિતિ અભિયાનને ભાજપાના કાર્યકર્તાઓ ખૂબ ઝડપથી આગળ વધારી રહ્યા છે અને જનતા પણ ભાજપા પ્રત્યેના વિશ્વાસના ભાવને કારણે ઉત્સાહપૂર્વક પેજ સમિતિની રચના માં સહભાગી થઇ રહી છે.
પાટીલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં આઠે આઠ બેઠકો ભાજપાએ અંકે કર્યા બાદ ભાજપાના કાર્યકર્તાઓમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેમજ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય વિજય પ્રાપ્ત કરવાનો આત્મવિશ્વાસ ફૂંકાયો છે. પેજપ્રમુખો અને પેજસમિતિના સભ્યોએ આગામી ચૂંટણીઓમાં ભાજપાના તમામ ઉમેદવારોને જીતાડવાનું બીડું ઉપાડ્યું છે, અને કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો વિજય નિશ્ચિત છે.
પાટીલે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ સુરતમાં આ પ્રકારે ડોક્ટરઓના પેજસમિતિના સદસ્ય બનવાનો કાર્યક્રમ યોજાયો હતો અને આજે મોટી સંખ્યામાં વકીલઓ પેજસમિતિનો હિસ્સો બન્યા છે. મને વિશ્વાસ છે કે, આપ સૌ પેજકમિટીમાં જોડાયા. ભાજપાની પેજસમીતિ ઓના સભ્યો આવનારી ચૂંટણીઓમાં ભાજપાના સમર્થનમાં મહત્તમ મતદાન કરાવી જીતની ચાવી બનશે તેમાં કોઈ શંકા નથી.