ભાજપે વિધાનસભા માટે ઉમેદવારો જાહેર કર્યા નથી ત્યાં કેટલાક નેતાઓએ બ્રાન્ડીંગ શરૂ કરી દીધું

વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ી વધુ બેઠકો પર વિજયના લક્ષ્યાંક સો આગળ વધી રહેલા ભાજપે બૂ પ્રચાર અભિયાન જેવા વિવિધ માધ્યમોના ઉપયોગી મતદારો સુધી સરકારની સિદ્ધિઓ પહોંચાડવા પ્રયાસ હા ધર્યા છે. ભાજપે ગુજરાત વિધાનસભા માટે હજુ ઉમેદવારોની જાહેરાત કરી ની, પરંતુ પોતાને ધારાસભ્ય બનવાની તક મળશે જ તેવી હાઈકમાન્ડમાંી સૂચના મળી હોય તેમ કેટલાક નેતાઓએ પોતાનું બ્રાન્ડિંગ શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ભાજપના ઉમેદવારોનો પ્રચાર સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો કરતા હોય છે. જો કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સંભવિત ધારાસભ્યોએ કાર્યકરો પર નિર્ભર રહેવાના બદલે મતવિસ્તારના સર્વેની કામગીરીનું પણ આઉટસોર્સિંગ કરાવી દીધું છે.

મોટાભાગની સેવાઓ કે ફરજોનું આઉટસોર્સિંગ કરવાની રાજ્ય સરકારની પદ્ધતિ ભાજપના સંભવિત ધારાસભ્યોએ પણ અપનાવી લેતાં નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું છે અને સરકારી કચેરીઓની જેમ હવે પક્ષે પણ શું આઉટસોર્સિંગ સેવાઓી જ કામ ચલાવવું પડશે તેવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની હાલ માત્ર બે જ બેઠક ભાજપ પાસે છે. ભાજપના સૂત્રો પાસેી મળતી માહિતિ અનુસાર, આગામી ચૂંટણીમાં પાંચેય બેઠકો પર વિજય મળવાનો પક્ષને વિશ્વાસ છે અને કેટલાક ઉમેદવારોને અંદરખાને તેમની જ ટિકિટ પાક્કી છે તેવું હાઈ કમાન્ડમાંી કહેવાઈ ગયું છે. ભાજપ હાઈ કમાન્ડે ઉમેદવારની પસંદગી અંગે સત્તાવાર જાહેરાત કરી ની ત્યારે આ પ્રકારની અટકળોમાં કેટલું તથ્ય છે તે કહેવું અઘરું છે, પરંતુ એક હકીકત છે કે ગાંધીનગર શહેર તા જિલ્લાના અનેક વિસ્તારોમાં સંભવિત ધારાસભ્યોએ નિયત કરેલી એજન્સી દ્વારા સર્વે અને પ્રચારની કામગીરી શરૂ કરી દીધી છે.

ડોર ટૂ ડોર ફરીને મતદારોનો સંપર્ક કરતી વખતે એજન્સીના સ્ટાફને કોઈ તકલીફ ન પડે તે હેતુી આ એજન્સીના માણસોને સંભવિત ધારાસભ્યોએ ઓોરિટી લેટરની સો આઈ કાર્ડ પણ આપ્યા છે, જેમાં પોતાના પ્રતિનિધિ તરીકે તેઓ મતદારો સમક્ષ આવ્યા હોવાનો ઉલ્લેખ છે. એજન્સીનો સ્ટાફ સૌી પહેલા લોકોના ઘરે પહોંચીને પોતે એક સર્વે માટે આવ્યા હોવાનું જણાવે છે. આ સર્વે માટે રાજ્ય સરકારની કામગીરી, કેન્દ્ર સરકારની કામગીરી તા જે ઉમેદવારો સર્વે માટે મોકલ્યા છે તેની કામગીરી તા સનિક સમસ્યાઓની પ્રશ્નાવલિ બનાવવામાં આવી છે. પ્રશ્નાવલિમાં દરેક મુદ્દાના ૧૦ માર્ક્સ છે અને તેના આધારે ધારાસભ્યપદના ઉમેદવાર પોતાની સ્િિતનો ક્યાસ કાઢે છે. ભાજપ દ્વારા દરેક વિસ્તારમાં સઘન બૂ પ્રચાર અભિયાન ચાલતુ હતું તે સમયે પણ સર્વેની કામગીરી ચાલુ રહી હતી. બૂ પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના કાર્યકરોએ પણ મતદારો અંગે વિગતો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે કેટલાક મતદારોના સવાલે તેમને મૂંઝવી દીધા હતા.ગાંધીનગર શહેરમાં અનેક મતદારોએ પૂછ્યું હતું કે, અત્યારે તમે આવ્યા છો, પણ તમારા પહેલા પણ કેટલાક લોકો આવ્યા હતા. હવે અમને એ ની સમજાતું કે તમે લોકો ભાજપમાંી આવ્યા છો કે અગાઉવાળી ટીમ ભાજપની હતી/ હવે આ મામલો છેક પ્રદેશ સુધી પહોંચ્યો છે એટલે આઉટ સોર્સિંગ કરાવનાર કાર્યકરો દોડતા ઇ ગયા છે. જિલ્લા સંગઠન ઇન્ચાર્જ પાસેી આ અંગે રિપોર્ટ મગાવાયો હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસની જેમ ભાજપે દરેક વિધાનસભા દીઠ ઉમેદવારોની પેનલ બનાવી ની કે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી ની. આ સ્િિતમાં એક બેઠક માટે અનેક ઉમેદવારો મેદાનમાં છે. હાલના ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા તા ભાજપમાં અગાઉ મંત્રી પદ કે બોર્ડના ચેરમેનનું પદ ભોગવી ચૂકેલા ભાજપના નેતાઓએ પણ દિલ્હી સુધી લોબિંગ કરવા માટે કવાયત શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.