શહેર રજપૂત પરામાં આવેલી હોટલ રિવેરા ખાતે નોટરી એસોસીએશનનું તા. 27ને શુક્રવારના રોજ વર્ષ-2020 મા નવનિયુક્ત નોટરીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાય ગયો છે.
નવનિયુક્ત 120 નોટરી સન્માન કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, ડેપ્યુટી દશનાબેન શાહ અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જ્યેશભાઈ બોધરા સહીતના મહાનુભાવોની ઉપસ્થીતીમા આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ડો. ભરતભાઈ બોધરાનુ પ્રકાશસિહ ગોહીલ અને યોગેશભાઈ ઉદાણીએ શિલ્ડ આપી સન્માન કર્યું હતું . જયારે ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહનુ મિતલબેન સોનપાલ અને એલ.સી. બગડાએ જ્યારે અન્ય મહેમાનોનુ સન્માન રાજેશભાઈ દવે, વિજય દવે, જવેશ જાની, અશોક બાબડીયા, સમીર ખીરા દ્વારા કરવામાં આવ્યું હતુ. સન્માન કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલએ કર્યું હતુ.
નોટરી સન્માન કાર્યક્રમમા મુખ્ય મહેમાન ડો. ભરતભાઈ બોધરાએ સગઠનની તાકાત અને નોટરીઓને પડતી મુશ્કેલી અંગે રાજય સરકાર કે કેન્દ્ર સરકારમા કોઈપણ પ્રકારની રજુઆત તેમજ જરૂરીયાત પડે ત્યારે સ2કા2 અને સગઠન હમેશા તમારી સાથે છે. તમે જો સાચુ નોટરી કરેલ હોય અને અધિકારી દ્રારા હેરાનગતી થતી હોય તો જરૂરી મદદ કરીશુ તેવી ખાત્રી આપેલી.
સન્માન પ્રસંગે ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહએ સગઠન વિશે સમજ આપી “સંઘ શક્તિ કલયુગે” નું મહત્વ સમજાવી,નોટરી એસોસીએશન કાર્યક્રમથી સગઠનથી મજબુત બને છે. સગઠન શકિત હશે તો નોટરીઓને પડતી મુશ્કેલીઓમા સગઠન મદદરૂપ બનશે તેમ જણાવેલ હતુતેમજ નોટરી એસોસીએશનની સ્થાપના, સંગઠન અને નોટરી એસોસીએશન વિશે હિતેશભાઈ દવેએ માહિતી આપી હતી, નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિહ ગોહિલ, ઉપપ્રમુખ યોગેશ ઉદાલી, સેક્રેટરી હસમુખ જોષી, પુર્વ પ્રમુખો ધર્મેન્દ્રસિહ ઝાલા, ભરતભાઈ આહયા, એસોસીએશનના કાર્યક્રમમાં નંદ જોષી, જગુભાઈ કુવાડીયા, કેતન મડ, મુકેશ પીપળીયા, દિલીપ મહેતા અને અરવિદ વસાણી કાર્યક્રમ શરૂઆત કરાવી છે.
બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલે સી.એચ. પટેલ, રમેશભાઈ કથીરીયા, જયેશ ભકેરી, કમલેશ તન્ના, સુરેશ સાવલીયા, પન્નાબેન ભુત, મહેશ્વરીબેન ચૌહાણ, પ્રશાન પટેલ દ્વારા નવનિયુક્ત નોટરીઓને શુભેચ્છા આપવામાં આવી છે.