જનાદેશ મહાસંમેલનનું આમંત્રણ આપવા અલ્પેશ ઠાકોર મોરબી આવી કરી ખુલ્લા મને ચર્ચા

આગામી ૯ ઓક્ટોબરે ઠાકોર સેના અને એકતા મંચ ભાજપ કે કોંગ્રેસ કયા પક્ષ સાથે જોડાવું તેનો ફેંસલો ૯ ઓક્ટોબરે ગાંધીનગર ખાતે યોજાનાર સંમેલનમાં જાહેર કરવામાં આવશે ગઈકાલે મોરબી આવેલા અલ્પેશ ઠાકોરે આગામી ચૂંટણી અંગે પોતાનું સંગઠન કોના સાથે રહેશે તે અંગે ઉપરોક્ત મંતવ્ય આપ્યું હતું.

આગામી ૯ ઓક્ટોબરે ગાંધીનગર ખાતે યોજાનાર જનદેશ મહાસમેલન અંગે મોરબી આંન્ટરણ આપવા આવેલા અલ્પેશ ઠાકોરે આગામી ચૂંટણીમાં ભાજપ સાથે રહેવું કે કોંગ્રેસ સાથે રહેવું તે બાબત સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે રાજ્યના બંને મુખ્ય પક્ષને ઠાકોર સેના અને એકતા મંચ દ્વારા નવ મુદા આપવામાં આવ્યા છે જે પાર્ટી અમારા નવ મુદા સ્વીકારશે તે પક્ષ સાથે પ્રજાહિતમાં જોડાવાનું નક્કી છે.

વધુમાં અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે આગામી તા.૯ ના રોજ ગાંધીનગર ખાતે જનદેશ મહાસમેલન યોજવમાં આવશે જેનું મોરબી ખાતે આમંત્રણ આપવા આવ્યો છું,જનાદેશ મહાસમેલનને ગામે ગામથી જોરદાર પ્રતિસાદ માલી રહ્યો છે.

વધુમાં ગુજરાતમાં અનેકવિધ કાર્યક્રમો કરી અમારું સંગઠન સામાજિક ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવી આંદોલનને કારણે સરકારે ઝૂકી હોવાનું ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે દારૂબંધી અને ફિક્સ પગાર મુદ્દે સરકાર ઝૂકી છે પરંતુ દારૂબંધીનો હજુ પણ કડક અમલ થતો ન હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોતાના રાજકીય પક્ષ સાથેના જોડાણ અંગે જનવ્યું હતું કે હું ભાજપ કે કોંગ્રેસને પ્રેમ કરતો નથી હું પછાત લોકોને પ્રેમ કરું છું,અને સમાજ પ્રત્યેના મારા ઉત્તરદાયિત્વને કારણે બન્ને પક્ષ માંથી જે પક્ષ અમારી મંગની સ્વીકારશે અને રાજ્યમાં સુશાસન,સારું શિક્ષણ,ખેડૂતો અને પ્રજાહિતમાં નિણયર્ લે તેવી ઈમાનદાર સરકાર બનાવવી છે.અને આ દિશામાં જ મારો નિર્ણય હશે તેવો સ્પષ્ટ અભિપ્રાય અલ્પેશ ઠાકોરે આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.