આવનારી પેઢી દેશના વિકાસમાં સહભાગી બને તે માટે કુપોષણથી સુપોષણ તરફ એક કદમ અભિયાનને વેગવંતુ બનાવવા માટે જન-જનનો આધાર મહત્વનો છે : કમલેશ મિરાણી
વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતર રાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરી તેમજ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી સુપોષણ માટે પ્રભાવશાળી લડત આપવાનું આહવાન કરેલ. અનેે સુપોષણ અભિયાન જન આંદોલન બને તે હેતુસર ગુજ2ાતના તમામ બાળકોને સુપોષિત કરવાની અનોખી પહેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શનમાં ગુજ2ાત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે રાજકોટ શહેરે ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કાર્યાલય ખાતેથી સુપોષણ અભિયાનના ત્રીજા તબકકા અંતર્ગત શહેરના તમામ વોર્ડની આંગણવાડીઓના બાળકોને પોષણક્ષમ કીટ રવાના કરવામાં આવેલ હતી. ગુજ2ાતભરમાં કુપોષણ થી સુપોષણ અભિયાન ચાલી રહયુ છે ત્યા2ે શહેર ભાજપ ધ્વારા આંગણવાડીઓના 346 બાળકોને દતક લઈ તેને પોષણક્ષમ, આરોગ્યપ્રદ કીટ અર્પણ કરી આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યુ છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કીશોર રાઠોડ, ન2ેન્દ્રસિહ ઠાકુર, સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજા2ા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પા2ેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ મનુભાઈ વઘાશીયા, ભાર્ગવ મિયાત્રા, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, મહેશ બથવાર, ઉપસ્થિત રહયા હતા. અને દરેક વોર્ડની આગંણવાડીના કુપોષીત બાળકોને પોષણ અભિયાન આરોગ્યપ્રદ કીટ રવાના કરવામાં આવી હતી.