સાંસદ વિનોદ ચાવડા, ભુપેન્દ્રભાઈ લાખાવાલા તથા ભાવનાબેન દવે રાજકોટ શહેરની ચારેય બેઠકો માટે સવારથી સંભવિતો તથા સમર્થકોને સાંભળશે: ચાર બેઠકો માટે દોઢ ડઝન નામો ચર્ચામાં
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓનો ધમધમાટ શ‚ કરી દીધો છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા તમામ ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે આગામી ગુ‚વારથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેરની ત્રણ અને ગ્રામ્યની એક બેઠક માટે ગુ‚વારે પ્રદેશ નિરીક્ષક વિનોદભાઈ ચાવડા, ભુપેન્દ્રભાઈ લાખાવાલા અને ભાવનાબેન દવે સંભવિતો અને સમર્થકોને સાંભળશે તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું છે.શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી અને કિશોરભાઈ રાઠોડના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતભરમાં સેન્સ પ્રક્રિયા શ‚ કરવામાં આવી છે. જે અંતર્ગત આગામી ૨૧મી સપ્ટેમ્બરના રોજ કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક અને સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુપેન્દ્રભાઈ લાખાવાલા અને ભાવનાબેન દવે દ્વારા સવારથી ભાજપના પ્રતિક પર ચૂંટણી લડવા ઈચ્છુક સંભવિતો અને અપેક્ષીતોની સેન્સ લેવામાં આવશે.સવારે ૯ થી ૧૨ દરમિયાન વિધાનસભા-૭૧ બેઠક માટે, બપોરે ૧૨ થી ૨ વિધાનસભા-૭૦ બેઠક માટે, બપોરે ૩:૩૦ થી સાંજના ૬ વાગ્યા સુધી વિધાનસભા-૬૮ અને સાંજના ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી વિધાનસભા-૬૯ની બેઠક માટે કાર્યકરો, સમર્થકો અને ચૂંટણી લડવા ઈચ્છુકને સાંભળવામાં આવશે. પક્ષના સામાન્ય કાર્યકર પણ ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી નિરીક્ષકો સમક્ષ રજૂ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરની ત્રણ અને ગ્રામ્યની એક સહિત કુલ ૪ બેઠકો પરથી કમળના પ્રતિક પર ચૂંટણી લડવા દોઢ ડઝનથી પણ વધુ દાવેદારો મેદાનમાં છે. ૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે કશ્યપ શુકલ, ઉદય કાનગડ, ગોવિંદભાઈ પટેલ સહિતના નામો ચર્ચામાં છે. જયારે ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે એક માત્ર વિજયભાઈ ‚પાણીનું નામ ચાલી રહ્યું છે જે ફાઈનલ પણ માનવામાં આવે છે. ૭૦ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલના નામો ચર્ચામાં જયારે ૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભાની બેઠક માટે સીટીંગ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપરાંત ગીરીશભાઈ પરમાર અને લાખાભાઈ સાગઠીયાના નામો ચર્ચામાં છે. રાજકોટ શહેરની ચાર ઉપરાંત જિલ્લાની ૭ બેઠકો માટે પણ પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે.