એક વર્ષ સુધી દેશભરમાં અભિયાન ચલાશે: મહિલા લાભાર્થીના નામ, સરનામા અને ફોટા નમો એપમાં ડાઉનલોડ કરાશે
સતત ત્રીજી વખત કેન્દ્રમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવાના બૂલંદ ઇરાદા સાથે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાની લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી લેવાના અભિયાનનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
પ્રદેશ ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ડો દિપીકાબેન સરડવાજી ની અધ્યક્ષતામાં તેમજ મૂખ્ય અતિથિ મહિલા મોરચાના રાષ્ટ્રીય મંત્રી શ્રીમતી ડો અલ્કા ગુર્જરજી, મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર મહાનગર ખાતે સમગ્ર ગુજરાત પ્રદેશના દરેક જિલ્લાઓમાં મહિલા લાભાર્થી સાથે “એક કરોડ સેલ્ફી” અભિયાનનો શુભારંભ કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારની અને ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનાં મહિલા લાભાર્થીઓ સાથે “એક કરોડ સેલ્ફી” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મહિલા લાભાર્થીઓના ફોટા મહિલા લાભાર્થીઓનું નામ, તેઓએ જે યોજનામાંથી લાભ મેળવ્યો છે એ યોજનાનું નામ, જિલ્લા અને રાજ્યના નામ સાથે ફોટો નમો એપ પર મહિલાઓએ અપલોડ કર્યો. આ અભિયાન ફેબ્રુઆરી 2024 સુધી એક વર્ષ ચાલશે. નમો એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા માટે જિલ્લાઓએ મંડળ સ્તર સુધી કાર્યકર્તાઓ માટે તાલીમનું આયોજન કર્યું. મહિલા મોરચાએ આ કાર્યક્રમોને ભવ્ય રીતે સફળ બનાવ્યા.
આ અભિયાનનો ગુજરાત પ્રદેશમાં શુભારંભ કરતા ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ શ્રીમતી ડો. દિપીકાબેન સરડવાએ જણાવ્યું કે, જ્યારે દેશ ની આધી આબાદી મહિલાઓની છે ત્યારે આધી આબાદી કે ઉત્થાન કે બિના દેશ કા વિકાસશીલ સે વિકસિત હોના અસંભવ હૈ, આજની મહિલા ભાજપના સુશાસનમાં સ્વતંત્રતા, નિર્ભયતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે. ભાજપના કાર્યકર્તાઓ ફક્ત ચૂંટણી સમયે જ નહીં પરંતુ હંમેશા સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે અને સમાજ હિતને સર્વોપરી માને છે. સી. આર. પાટીલના નેતૃત્વમાં ગુજરાતનું સંગઠન ઊર્જાવાન અને વેગવંતુ બન્યું છે. લોક સેવાના કાર્યોમાં ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડનારું બન્યું છે. મહિલાઓના વિકાસથી જ સમાજનો વિકાસ શક્ય છે. છેવાડાની બહેન પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહે એ માટે મહિલા મોરચો માધ્યમ બનશે.
આ પ્રસંગે મહિલા મોરચાના રાષ્ટ્રીય મંત્રી ડો અલ્કાબેન ગુર્જરજીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમૃત્કાળમાં મહિલા મોરચો 1 કરોડ સેલ્ફીના માધ્યમથી કલ્યાણકારી રાજનીતિને નવી ઊંચાઈ પર લઈ જવાની નારિંશક્તિની ભૂમિકાને પણ ઉજાગર કરવાની એક સ્વર્ણિમ યાત્રા છે. મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા એ મહિલા મોરચાના અભિયાનને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે મહિલા મોરચાનો લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાન એક સ્વર્ણિમ અવસર છે તેમજ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અંત્યોદયના સિદ્ધાંત પર આધારિત ચારેય દિશાના વિકાસને અનેક આયામોનો અનુભવ કરવાનો તથા સાથે સાથે નવા ભારતની ગૌરવશાળી યાત્રામાં સહભાગી થવાનો અવસર છે.