ગુજરાતમાં જે રિતે પેજ સમિત્તીનું કામ થયું તે સમગ્ર દેશમાં લાગુ કરાયું છે: જે.પી. નડ્ડા
ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે સંગઠન માળખાને મજબૂત કરવા પુજ સમિતિનું નવું બ્રહ્માસ્ત્ર લાવ્યા છે જેનાથી ભાજપને શાનદાર સફળતા મળી રહી છે. પાટીલની પ્રશંસા કરતાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડાએ કરી હતી.
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ જણાવ્યું હતું કે, ભાજપ એક એવી પાર્ટી છે જે કહી શકે છે કે તે માત્ર રાજનીતી જ નહી રાજનીતી સાથે સમાજ માટે સેવાભાવ સાથે ઉભી રહે છે. કોરોના જેવી મહામારીમાં ભાજપા સિવાય કોઇ પાર્ટીના કાર્યકરો જનતા સાથે જોવા મળ્યા નથી. કોરોના જેવી મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નિર્ણય શક્તીથી દેશ આજે સુરક્ષીત છે કારણ કે અમેરિકા, યુરોપ, જાપાન જેવા દેશ પણ કોરોના વખતે નક્કી ન કરી શક્યુ કે માનવતા મહત્વની છે કે દેશની આર્થિક સ્થિતિ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઅ ે કોરોનાના વધતા કેસ સમયે દેશમાં સમયસર લોકડાઉન કર્યુ. કોંગ્રેસના સમયમાં રોગ સામે મળતી રસી માટે વર્ષો લાગતા પરંતુ કોરોનાની મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશને એક નહી બે-બે રસી આપી તે પણ વિનામુલ્યે. રશિયા અને યુક્રેન યુદ્ધ સમયે દેશના વિદ્યાર્થીઓને સલામત રીતે ભારત પરત લાવ્યા છે.
નડ્ડાજીએ વધુમાં જણાવ્યું કે, મોદી સરકારમાં આજે નેશનલ હાઇવે, ભારત માલા,વંદે ભારત ટ્રેન, મેટ્રો ટ્રેન,એરપોર્ટનું કામ ઝડપથી થઇ રહ્યું છે. આજે ગુજરાતના દરેક જિલ્લામાં એક મોટી હોસ્પિટલ બની રહી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ થકી આજે સરકાર દર્દીઓને સારવાર માટે પાંચ લાખ રૂપિયા આપે છે. આજે ગુજરાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એક માત્ર ટ્રેડિશનલ મેડિસીનનું સેન્ટર બની રહ્યુ છે, એશિયાનું પહેલુ સોલર પ્લાન્ટ ગુજરાતમાં આવ્યું, આજે ગુજરાત ગુડ ગવન્ર્સમાં નંબર એક પર,લોજીસ્ટીક પર્ફોર્મ્ન્સ માં ગુજરાત પહેલુ, સ્વચ્છતામાં ગુજરાત બીજા ક્રમે, એકસ્પોર્ટમાં ગુજરાત પહેલુ,સ્ટેટની ફુડ સેફટીમાં ગુજરાત બીજા ક્રમે, પાવર સરપ્લસમાં ગુજરાત પહેલુ એમ દરેક ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યુ છે.
વર્ષ 2047માં ભારતને વિકસીત બનાવવાનું છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ જે રીતે પેજ સમિતિનું કામ કર્યુ છે તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સાહેબ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે તો બીજી રાજકીય પાર્ટીઓ પરિવારના વિકાસ માટે કામ કરી રહી છે. આવૌ સૌ સાથે મળી મોદી સાહેબના નેતૃત્વમાં દેશને આગળ લઇ જઇએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ કાર્યકર્તાઓને આવનાર લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પાંચ લાખ મતોથી જીતે તેમજ બહુમતી સાથે ફરી એક વાર મોદી સરકાર બને તે માટે સંકલ્પ કરાવ્યો.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ સેવા સુશાસન અને ગરિબ કલ્યાણ થકી વિવિધ કાર્યો કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશ અને દુનિયાને વિકાસની રાજનીતી કેવી હોય તેનું ઉદાહરણ આપ્યું છે. આજે વડાપ્રધાન જ્યારે વિદેશ પ્રવાસ જાય છે ત્યારે તેમને જે માન સન્માન મળે છે તેનાથી દેશનું ગૌરવ વધે છે અને વિદેશ પ્રવાસથી સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીે ગરીબ અને છેવાડાનો માનવી ને ધ્યાને રાખી યોજનાઓ જાહેર કરી અને તેનો લાભ તેમને મળે તેનું ધ્યાન રાખ્યું છે. લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠક જીતી મોદી સાહેબનો હાથ વધુ મજબૂત કરીએ.