૩૪ વિધાનસભાના કાર્યકરોને આપશે ચૂંટણીલક્ષી માર્ગદર્શન
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના પાંચ દિવસીય સંગઠનાત્મક પ્રવાસના ચોા દિવસે તેઓ આઠ જિલ્લા અને જુનાગઢ મહાનગરને મળીને ભાજપાના ૯ સંગઠનાત્મક એકમોના કાર્યકરો સો ચૂંટણી સંદર્ભે સંવાદ કરશે. ભાજપાના પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના ચોા દિવસના સંગઠનાત્મક પ્રવાસની માહિતી આપતાં જણાવ્યુ; હતું કે, અમિતભાઇ શાહ આજે સવારે ૯-૩૦ કલાકે જુનાગઢ ભાજપાના જીલ્લા કાર્યાલય ખાતે જુનાગઢ મહાનગર, જુનાગઢ જિલ્લો, પોરબંદર અને ગિર સોમનાના આગેવાન કાર્યકરો સો સંવાદ કરશે. સવારે ૧૦-૩૦ કલાકે કૈલાસ ફાર્મ, ખલીપુર ક્રોસ રોડ, જુનાગઢ ખાતે ચારેય જીલ્લાના શક્તિકેન્દ્રો ના ઇન્ચાર્જોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન કરશે.
ડો. જગદીશ ભાવસારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના સંગઠનાત્મક પ્રવાસની વિગતોમાં વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢ ખાતે ચાર જીલ્લાના કાર્યકરો સો બેઠકો કરી તેઓ ભરૂચ જવા રવાના શે. ભરૂચ ખાતે બપોરે ૨-૦૦ કલાકે પત્રકાર પરિષદને રીજેન્ટ હોટલ, એબીસી ચોકડી, ભરૂચ ખાતે સંબોધન કરશે. ભરૂચ અને નર્મદા જિલ્લાના શક્તિકેન્દ્ર ઇન્ચાર્જો અને ભાજપાના બે જીલ્લાના અગ્રણી કાર્યકરો સો બે તબક્કામાં બેઠકો કરી, સંવાદ અને માર્ગદર્શન આપી નડિયાદ જવા રવાના શે. ઇફકો હોલ, પારસ સર્કલ, નડિયાદ ખાતે સાંજે ૭-૦૦ કલાકે આણંદ, ખેડા, મહિસાગરના શક્તિકેન્દ્ર ઇન્ચાર્જો અને ભાજપાના આગેવાનોને બે તબક્કામાં વિધાનસભા ચૂંટણીમાં મહાવિજય માટે માર્ગદર્શન કરશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચોા દિવસે ૩૪ વિધાનસભા મતક્ષેત્રના ભાજપાના પાયાના કાર્યકરોને અને આગેવાનોને મળશે.