અમિત શાહ ચાર્ટડ પ્લેનમાં સાંજે ૭ કલાકે રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પાંચ મિનિટના ટૂંકા રોકાણ પછી બાયરોડ સોમના જવા રવાના થશે: શહેર ભાજપ દ્વારા કરાશે જાજરમાન સ્વાગત.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આજે સાંજે રાજકોટ આવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, તેઓ રાજકોટ એરપોર્ટ પર ૫ થી ૭ મિનિટનું ટૂંકુ રોકાણ કર્યા બાદ સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમના જવા માટે બાયરોડ રવાના થશે. શહેર ભાજપ દ્વારા તેઓનું જાજરમાન સ્વાગત કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, ભાજપની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ યા બાદ અમિતભાઈ શાહ પ્રમવાર રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. આજે સાંજે ૭ કલાકે તેઓ ચાર્ટડ પ્લેનમાં રાજકોટ એરપોર્ટ પર ઉતરશે અને એરપોર્ટ પર ટૂંકુ રોકાણ કર્યા બાદ બાય રોડ સોમના જવા રવાના શે જયાં તેઓ બે દિવસ રોકાશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનું શહેર ભાજપ દ્વારા અદકેરું સન્માન કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે અને બુધવારે સોમના મહાદેવના દર્શર્નો આવવા હોય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આ માટે જ સોમનાના પ્રવાસે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દેશના સૌી મોટા રાજય એવા ઉત્તરપ્રદેશમાં ૭માં અને અંતિમ તબકકાનું મતદાન પૂર્ણ તાંની સો જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે ગુજરાત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં ચૂંટણી યોજવાની છે. ત્યારે ચૂંટણી વહેલી યોજાય તેવી શકયતા હાલ દેખાઈ રહી છે. સોમના મહાદેવના ચરણોમાં શીશ ઝુંકાવ્યા બાદ વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનું રણશીંગુ સોમનાથથી ફૂંકે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે સાંજે રાજકોટની ટૂંકી મુલાકાતે આવી રહ્યાં હોવાનો સંદેશો બપોરે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીને મળતા શહેર ભાજપની પુરી ટીમ રાષ્ટ્રીય અધ્યક્ષને ઉમળકાભેર આવકારવા માટે કામે લાગી ગઈ છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.