૧૫ અને ૧૬ એપ્રિલના રોજ ભુવનેશ્ર્વર, ઓરીસ્સા ખાતે રાષ્ટ્રીય કારોબારી મળશે. જેમાં રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુજરાતમાંથી ૮ મહાનુભાવ ઉપસ્થિત રહેશે.
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના ચાર રાજયોમાં ભાજપનું શાસન આવ્યું છે. પાંચ રાજયોનાં ચૂંટણી પરિણામો પછી પ્રમવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્િિતમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી તા. ૧૫ અને ૧૬ એપ્રિલના રોજ ભુવનેશ્વર, ઓરીસ્સા ખાતે મળશે.
આ રાષ્ટ્રીય કારોબારીમાં ગુજરાતમાંી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલાસાણીયા અને સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી ઉપસ્િિત રહેશે.