પ્રધાનમંત્રીના જન્મદિન અંતર્ગત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે ત્યારે દર વર્ષે ભાજપ દ્વારા નરેન્દ્રભાઈમોદીના જન્મદિવસને સેવા સપ્તાહ સ્વરૂપે વિભિન્ન કાર્યક્રમોનાં માધ્યમથી મનાવવામાં આવે છે. અને તેઓનાં સ્વાસ્થ્ય અને દિધાર્યુંની મનોકામના કરવામાં આવે છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત સેવા પખવાડીયું હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાંઆવેલ છે. લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઈ સલોત, પ્રમુખ યાકુબભાઈ પઠાણ તથા વાહીદભાઈ સમા અને રાજુભાઈ દલવાણીની આગેવાનીમાં ગુંદાવાડી સ્થિત પદમકુવરબા હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામા આવેલ હતુ. આ તકે ઈબ્રાહીમ સોની, રજાકભાઈ જામનગરી, રજાકભાઈ કારયાણી, અનવરભાઈ દલ, કાળુભાઈ મુળુદીયા, એજાઝ બુખારી, હુસેન બાટલા, ગફાર કુરેશી, ગફાર ખલીફા, મહેબુબ શાહમદાર, ઈકબાલભાઈ સંઘી, યાસીનભાઈ હેરજા, ઈમ્તીયાઝ ખોખર, અર્શબાપુ કાદરી, અમીનભાઈ સમા, સલમાન પઠાણ, અમન ચૌહાણ, સલીમ દસાડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શહેર ભાજપ ભાષાભાષી સેલ દ્વારા શહેરની સીવીલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ હતુ આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંંહ ઠાકુર, તેમજ આનંદસિંંહ ઠાકુર, ધનજંય ઠાકુૂર, અનિલ ગુપ્તા, શૈલેન્દ્રસિંહ પરીહાર, ઘનશ્યામ મિશ્રા, ડો.ડી.જે. ઘોષ સહિતના સાથે ભાષાભાષી સેલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા બાળકોને ભોજન કરાવાયું
શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારધી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં અનુ.જાતી મોરચા દ્વારા શહેરની સ્પેશ્યલ હોમ ફોર બોયઝ સંસ્થાના બાળકોને ભોજન કરવામા આવેલ હતુ. આ તકે રવિભાઈ ગોહિલ ડી.બી. ખીમસુરીયા, જયસુખ બારોટ, શામજીભાઈ ચાવડા, અનીલ મકવાણા, ઈશ્ર્વર જીતીયા, ગીરધરભાઈ રાઠોડ, પ્રકાશ ચાવડા, કાંતીલાલ બગડા, સંજય બગડા, પુષ્કર પરમાર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ કિસાન મોરચા દ્વારા રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખશતે વડિલોનો કર્યો જમણવાર
શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ ભરતભાઈ શીંગાળા, મહામંત્રી રસીકભાઈ પટેલ, યોગેશ ભુવાની આગેવાનીમાં કિશાન મોરચા દ્વારા શહેરની રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ સંસ્થા ખાતે વડીલોને ભોજન કરવામાં આવેલ હતુ. આ તકે કિશાન મોરચાના યોગરાજસિહ જાડેજા, રસીકભાઈ સાવલીયા, હિરેનભાઈ મુંગલપરા, મલકેશભાઈ પરમાર, અતુલભાઈ પોકર, સહદેવસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ અભંગી તેમજ શહેર ભાજપ કિશાન મોરચાના વોર્ડના હોદેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.