પ્રથમ યાદીમાં એક પણ લઘુમતી ઉમેદવાર નહી
ભાજપે લધુમતિઓને રાજકીય મહત્વ ન આપવાની ઉભી કરેલી પરંપરા મુજબ ટિકીટો ન આપી રાષ્ટ્ર વાદી વિચાર ધારાની પરંપરાગત પોલીટીકલ લાઇન અકબંધ રાખી હોય તેમ આજે જાહેર થયેલી ભાજપની યાદીમાં અત્યાર સુધી એક પણ લધુમતિ આગેવાનને ટિકીટ આપી નથી. હવે જુથ નામો બાકી રહ્યા છે ત્યારે કોઇપણ મુસ્લિમ ઉમેદવાર ઉતારે તેવું દેખાતું નથી. સ્થાનીક સ્વરાજય સંસ્થાથી લઇ વિધાનસભા – લોકસભાની ચુંટણીમાં લધુમતિ પ્રભાવી મત ક્ષેત્રોમાં પણ ભાજપ દ્વારા હંમેશા બેઠકજાય તો ભલે જાય પણ મુસ્લિમ ટિકીટ ન આપવાનું વલણ જાણવી રાખ્યું છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલા એવા મત વિસ્તારો છે કે ત્યાં મુસ્લિમ મતદારો કીટીંગ મેકર ગણાય છે. અલબત ભાજપે પોતાની મુસ્લિમ રાજય તુસ્ટી કરણથી દુર રાખવાની નીતી જાળવી રાખી છે અને તે વિચાર ધારાને અડગ પણે જાળવી રાખી લધુમતિ પ્રભાવી બેઠકોની પરવા કયાં વગર ચુંટણીમાં મુસ્લિમોને ટિકીટ આપતું જ નથી.
આ વખતે પણ અત્યાર સુધી જાહેર કરેલા ભાજપના ઉમેદવારોની નામની યાદીમાં એક પણ મુસ્લિમનું નામ જાહેર થયું નથી. સંગઠન અને ભાજપ વિચાર ધારા પાસે અનેક મુસ્લિમ આગેવાનો જોડાયેલા હોવા છતાં સેન્સ લઇ સંભાવિત ઉમેદવારોના મુસ્લિમઓના નામની ચર્ચા શુઘ્ધા થઇ ન હતી. ભાજપના રાષ્ટ્રીય હસ્તકના સંગઠનમાં મુસ્લિમ આગેવાનો અને સરકારમાં રહી ચુકેલા મુખ્તાર અબ્બાસ નકવી, સાહનવાજ હુશેન જેવા નેતાઓ અત્યારે સાઇડ લાઇન થઇ ચુકયા છે.
ભાજપની હિન્દુ વિચાર ધારા મુદે કથની અને કરણી માં કયારે ફરક પડતો નથી. ભાજપની આ જ મકકમ એક લીટીની નીતિથી જ હિન્દુ મતદારોનો જનાધાર દિવસે દિવસે વધી રહ્યો હોવાનું રાજકીય પક્ષોના વિવેચકો નિષ્ણાતો માની રહ્યા છે.
અલબત બીજી બાજુ જોવા જઇઓ તો ભાજપ સહીત રાષ્ટ્રીય પક્ષો બહુમતિ શરણમ જેવી નીતીના કારણે કેટલાક વેરવિખેર મતદારો ધરાવતા સમુદાયોનું પણ વર્ચસ્વ પણ દિવસે દિવસે ઘટતું જાય છે.
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કાઠીવાડમાં રાજકીય રીતે એક સાથે ન રહેતા મતની વેર વિખેર નીતીને લઇ કાઠી સમાજ, બાવાજી સમાજ, વણજારા, દેવીપૂજક સહીતની જ્ઞાતિઓ સમુહદાયોને ટિકીટ વહેચણીમાં ત્યાં સ્થાન અપાતું નથી. લોકશાહીમાં માથાની કિંમત હોય તે વાતથી આગળ વધી ભાજપે રાજકીય જોખમની પરવા કર્યા વિના લધુમતિઓને ટિકીટ ન આપવાની મકકમતા આ વર્ષે પણ જોવા મળે છે.