રાજકોટ કિશાન મોરચાના પ્રમુખ વિજય કોરાટ અને પ્રદેશ મહામંત્રી રમેશ મુંગરાની અધ્યક્ષતામાં રાજકોટ જીલ્લાની ભારતીય જનતા પાર્ટીની કિશાન મોરચાની બેઠક મળી
રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કિશાન મોરચાની બેઠક આજ રોજ રાજકોટની કિંગ્સ ક્રાફટ હોટલ ખાતે મળી હતી. જેમાં રાજકોટ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ અને પ્રદેશ મહામંત્રી રમેશભાઈ મૃંગરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં ખેડુતોના હિત માટેના નિર્ણયો લઈ કાર્ય કરવું તેમજ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં રાજકોટ જીલ્લાનું કમળ દિલ્હી સુધી પહોંચાડી જીતનો દાવો મુકયો હતો.
કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં ખેડુતોના પ્રશ્નો માટે અમો ગામે–ગામ જઈ જે હાલમાં જ વડાપ્રધાન દ્વારા જે બજેટ બહાર પડાયું છે તેની વિસ્તૃત ચર્ચા કરીશું અને બજેટમાં ગ્રામ્ય લોકોને શું–શું મળ્યું તે વિસ્તૃત રીતે સમજાવશું અને માહિતગાર કરીશું.
ખેડુતોની દેવા માફીને લઈ ગુજરાત રાજયમાં અને રાજકોટ જીલ્લામાં ઘણા વર્ષોથી ઝીરો(0) ટકા વ્યાજે ધિરાણ આપી રહ્યા છીએ અને કોંગ્રેસની સરકારમાં ૧૮ ટકા અને નાના શ્રીમંત ખેડુતોને ૧૩ ટકાના વ્યાજે ધિરાણ મળતું હતું અને અમારી સરકાર આ ધિરાણ ઝીરો(0) ટકા વ્યાજ આપે છે અને જો આ વ્યાજ ગણવામાં આવે તો ૨ વર્ષમાં આપો આપ ધિરાણ માફ થઈ જાય છે. રાજકોટ લેવલે અમારું મુખ્ય લક્ષ્યાંક એજ છે કે ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં બુથ લેવલ–શકિત કેન્દ્ર અને તાલુકાને જીતાડીને એક કમળ રાજકોટ જીલ્લાનું દિલ્હી મોકલશું.
કિશાન મોરચા પ્રદેશ મહામંત્રી રમેશભાઈ મૃંગરાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજે રાજકોટ જીલ્લાની ભારતીય જનતા પાર્ટીની કિશાન મોરચાની બેઠક મળી હતી. આ બેઠકમાં અમારા અપેક્ષિત કાર્યકર્તાઓ જીલ્લાભરમાંથી હાજર રહ્યા હતા.
પ્રદેશે જે કાંઈ આપેલું છે તેના પર આજે ચિંતન કરવામાં આવ્યું છે તે વાત બુથ સુધી કેમ પહોંચે અને બુથને કેમ મજબુત કરી શકાય ખેડુતો માટેના પ્રશ્નો જો કોઈએ હલ કર્યા હોય તો ફકત ભારતીય જનતા પાર્ટીએ હલ કર્યા છે. ભુતકાળમાં આવા કોઈ પ્રશ્ર્નો હલ થયા નથી. નર્મદાનું પાણી ૧૧૫૫ કિમીથી દ્વારકા સુધી પહોંચે તેવું કામ થાય. વડાપ્રધાનની કલ્પનાથી કામ થાય અને ૧૧૫ ડેમો ભરાય તેવી યોજના અમારી સરકારે ખેડુતલક્ષી યોજના કરી છે. છેલ્લે બજેટમાં પણ નાના અને શ્રીમંત ખેડુતો માટે પણ અનેક યોજનાઓ આપી છે.
ખેડુતોના દેવામાફીની વાતમાં રમેશભાઈ મૃંગરાએ જણાવ્યું હતું કે, ભુતકાળમાં ખેડુત જયારે લોન લેતો ત્યારે ૧૮ ટકા વ્યાજ હતું તેને બદલે ઝીરો(0) ટકા વ્યાજે અમારી સરકારે ધિરાણ આપ્યું. આવનારા દિવસોમાં ખેડુતોને ૨૦૨૨ સુધીમાં ખેડુતોની બમણી આવક થાય તેવા વડાપ્રધાન મોદીનો લક્ષ્ય છે તેમ અંતમાં જણાવ્યું હતું.