મોદીના વિકાસવાદે બિહારનું રાજકીય ચિત્ર પલ્ટાવ્યું, અત્યાર સુધી પ્રભાવી રહેલા નીતિશ કુમાર માટે હવે મેકિંગ મોદી ફેકટરના પ્રભાવમાં નંબર-૨ની ભૂમિકા

મેકિંગ મોદી…નું ફેકટર હવે સમગ્ર રાષ્ટ્રીય રાજકીય મંચ ઉપર પ્રભાવી બની ચૂકયું છે તેમાં બે મત નથી. બિહારમાં ધમધમી રહેલા ચૂંટણી માહોલમાં તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપની આગેવાનીમાં એનડીએને સ્પષ્ટપણે ૨/૩ બહુમતિ મળી જશે અને બિહારના રાજકારણમાં દાયકાઓથી પ્રભાવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી નિતીશકુમાર અને એક વખતના વડાપ્રધાન પદના દાવેદાર નીતિશકુમાર બીજા નંબર ઉપર ચાલી રહ્યાં છે. બિહારમાં હરીફો પર ભાજપ ભારે પડે તેવું દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદને લઈને બિહારની ચૂંટણીમાં ભાજપ અને એનડીએને તમામ ૨૪૩ બેઠકો પર કરવામાં આવેલા સર્વેમાં ભાજપમાં ૮૫ બેઠકો મળશે અને તેના સહયોગી નીતિશકુમારના જેડીયુને ૭૦ બેઠકો પ્રાપ્ત થશે. એનડીએને કુલ ૧૬૦ બેઠકો મળશે. જેનાથી ૨/૩ બહુમતિનો જાદુઈ આંકડો સહેલાઈથી પ્રાપ્ત થઈ જશે. બીજી તરફ લોક જનશક્તિ પાર્ટીએ ૧૪૩ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે પરંતુ તેમાંથી માત્ર પાંચ જ ઉમેદવારોનું ભવિષ્ય ઉજળુ દેખાય છે. કોંગ્રેસના ૧૫ બેઠકો પર ધાર્યું પરિણામ આવે તેવું દેખાઈ રહ્યું છે. આરજેડીના તેજસ્વી યાદવના ગઠબંધનને ૫૬ બેઠકોને જનાધાર મળે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે યુપીએના ફાળે ૭૬ બેઠકો આવશે.

બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના વિકાસવાદને મતદારોનો અભૂતપૂર્વ જનાધાર મળતો દેખાઈ રહ્યો છે. બિહારમાં રોજગારીનો મુદ્દો નિતીશકુમાર માટે ઉકેલ માનતો કોયડો બની રહ્યો છે. આરજેડીના તેજસ્વી યાદવે વચન આપ્યું છે કે, જો તેમની સરકાર સત્તામાં આવશે તો તે ૧૦ લાખ નોકરીઓ આપશે. બીજી તરફ કોંગ્રેસ માટે ભાજપનું હિન્દુત્વનું કાર્ડ વાપરવાનું કૌવા ચલે હંસ કી ચાલ જેવું બનશે. અત્યાર સુધી કોંગ્રેસે એક પણ મુશ્લીમને ટીકીટ આપી નથી. મુસ્લીમ આગેવાન સમીમ હસને જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિશ્ર્વાસ ગુમાવી રહી છે. જે વિસ્તારમાંથી વધુ બેઠકો જીતે છે ત્યાં જ મુસ્લીમોની અવગણના કરવામાં આવી છે. આરજેડીએ મુસ્લીમોને અપનાવતા મુશ્લીમ મતોનું ધૃવિકરણ થશે. કોંગ્રેસ માટે હવે અન્ય પક્ષોને સમર્થન આપવા સીવાય કંઈ રહ્યું નથી. બિહારમાં ૫૨૦૦૦ પોસ્ટલ મતદારો માટે ૭૧ વિધાનસભા મત વિસ્તારોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપનું ગણીત સ્વર્ણ ઉપરાંત ઓબીસી, દલીત મત બેંક ઉપર ગોઠવાયું છે. તેમણે ૪૬ ઉમેદવારો ઓબીસી અને દલીત જાતિના આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે. ત્રીજી નવેમ્બરે મતદાન થશે. પ્રથમ ચરણના આ મતદાન પર ભાજપનો દારોમદાર છે. કોંગ્રેસના સાંસદ અખીલેશ યાદવે નીતિશકુમારના શાસનમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિનો મુદ્દો અને બકસર અને હાથરસ જેવી બળાત્કારની ઘટનાઓને સરકાર સામે મહત્વનો મુદ્દો બનાવ્યો છે.

બિહારના રાજકારણની બદલાયેલી તાસીરની વાત કરીએ તો આરજેડીના સુપ્રીમો નીતિશકુમારનો બિહારના રાજકારણમાં  ખુબજ મોટો પ્રભાવ ગણાય છે. એક સમયે એનડીએમાં નીતિશકુમારના નામ વડાપ્રધાનની રેસમાં સૌથી મોખરે હતું. હવે સમય બદલાયો હોય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વિકાસવાદને લોકોમાંથી વધુને વધુ પ્રતિસાદ મળતો હોય તેમ આ વખતની ચૂંટણીમાં આવેલા સર્વેમાં ભાજપને એકલા હાથે સૌથી વધુ ૮૫ બેઠકો મળશે. જ્યારે નીતિશકુમારના જેડીયુને તેનાથી ઓછી ૭૦ બેઠકો મળી શકે તેમ છે. બીજા શબ્દોમાં કહીએ તો નીતિશકુમારને બિહારમાં નંબર-૨ની ભૂમિકા ભજવવાની રાજકીય ફરજ પડશે અને ગઠબંધનમાં ભાજપનો પ્રભાવ વધશે. બિહારમાં નીતિશકુમારે ભાજપના સહયોગ માટે અને એનડીએના ગઠબંધનને આગળ વધારવા અગાઉ કિંગમેકરની ભૂમિકા ભજવી હતી. હવે નિતીશકુમારને નંબર-૨ના સ્થાને રહેવું પડશે. બિહારના રાજકારણમાં સેસ ભારતની જેમ ભાજપનો દબદબો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિકાસવાદ અને મેકિંગ મોદીનો પ્રભાવ બિહારમાં સંપૂર્ણપણે સાર્થક નિવડ્યો છે.

બિહારમાં ચૂંટણી પ્રક્રિયા પર અને પરિણામ ઉપર રામવિલાસ પાસવાનની વિદાયની કેટલા અંશે અસર થશે. બે અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવેલા ચૂંટણી સર્વેક્ષણમાં અત્યારે એનડીએની જીત નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.