ડે. મેયર દર્શિતાબેન શાહ, કમલેશ મિરાણી દેવાંગ માંકડ, પુષ્કરભાઈ પટેલ સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી
હોળી ધૂળેટી પર્વ નિમિતે હોળીના બીજા દિવસે રંગબેરંગી ફૂલ કેશુડા અબીલ ગુલાલ જેવા રંગો તથા પાણીથી હર્ષોઉલ્લાસથી મનાવે તેવી શહેરીજનોને ભાજપ અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી છે.
ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ
હોળી ધૂળેટી પર્વ નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા ડે. મેયર ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું છે કે અધર્મ ઉપર ધર્મના વિજયનું પ્રતિક અને હરિણ્યકશિપુ રાજાના પુત્ર એવા ભકત પ્રહલાદની ભગવાન પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થાના પ્રતિક એવા હોલિકા મહોત્સવ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. શહેરીજનોને ધૂળેટીના પર્વની જવણી હર્ષોઉલ્લાસથી મનાવે તેમજ કોઈપણ જાતના કેમીકલ વગરનાં નેચરલ રંગો તેમજ ફૂલોથી આ શુભ પર્વની ઉજવણી કરે તેવી તમામ શહેરીજનોને શુભ કામના ડે. મેયર ડો. દર્શિતાબેન શાહએ પાઠવી શહેરીજનોને બિન જ‚રી પાણીનો બગાડ થતો અટકાવવા તથા પાણી બચાવવાની અપીલ પણ કરી છે.
કમલેશ મિરાણી, દેવાંગ માંકડ જીતુ કોઠારી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ શહેરીજનોને રંગોનાં તહેવાર એવા હુતાસણી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ હિન્દુ તહેવાર હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહી અન્ય દેશોમાં ઉજવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવાય છે. હોળીના બીજા દિવસે ધૂળેટીને પડવો કહેવામં આવે છે. આસુરી શકતિ પર દૈવી શકિતના વિજયનું પર્વ હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે.
અંતમાં કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને હુતાસણીના આ પાવન પર્વે પ્રભુ તમારા જીવનને સદા રંગોથી ભરેલુ રાખે અને તમારા દુ:ખો અને તકલીફો હોળીની અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય એવી શુભેચ્છા પાઠવી હતી.
સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ
હોળી તથા ધુલેટીના પર્વની શુભેચ્છા પાઠવતા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલએ જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતીમાં હોળી અને ધુલેટીના તહેવારોનું અને‚ મહત્વ છે. હોળી એટલે રંગોનો તહેવાર સૌ આબાલ વૃધ્ધો મનભરીનેમાણે તેવો તહેવાર, ભારત ઉપરાંત વિદેશોમાં જયાં જયાં ભારતીયો જઈને વસ્યા છે. ત્યાં ત્યાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય છે.
પુનમના દિવસે હોળીની અગ્નિમાં આસુરી તત્વોનો નાશ થાય અને પડવાના દિવસે ધૂળેટીમાં રંગથી રમવું વર્તમાન સમયમાં આતંકવાદ, દેશદ્રોહી પ્રવૃત્તિ જેવા આસુરી તત્વો દેશની એકતા અને અખંડીતતાને નુકશાન કરી રહ્યા છે. તેનો હોળીની અગ્નિમાં નાશ થાય અને નવરંગથી ભરપૂર બને તેવી શુભકામના આપતા તેમણે ધુળેટીના તહેવારમાં ત્વચાને નુકશાન કારક ન હોય તેવા રંગોનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.