સત્તાને સેવાનું અદકેરૂ માધ્યમ બનાવનાર અને વિશ્ર્વભરમાં ‘માં ભારતી’નું ગૌરવ વધારનાર નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતીત ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ કે નરેન્દ્રભાઈ મોદી એ જનધન યોજના, ઉજજવલા યોજના, ઉજાલા યોજના જેવી અનેક લોકકલ્યાણકારી યોજનાઓને અમલમાં મૂકીને સબળુ ભારત બનાવવાની પહેલ કરી છે. ત્યારે સ્વચ્છતાની દ્રષ્ટીએ ભારત કોઈપણ વિકસીત દેશની પાછળ ન રહી જાય તે હેતુથી દેશમાં પ્રથમ વખત તેઓ દ્વારા સ્વચ્છતા અભિયાનને એક મિશન તરીકે પ્રજા વચ્ચે મૂકી પ્રજાજનોને સાથે જોડીને સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવાનું ભગિરથ કાર્ય હાથ ધર્યું છે.
આવનારી ૨૦૧૯ની ચૂંટણીઓ પણ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કેસરીયો લહેરાશે ત્યારે કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ એ જણાવ્યું હતુ કે નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાનને એક મિશન તરીકે પ્રજા વચ્ચે મૂકી પ્રજાજનોને સાથે જોડીને સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ ભારતનું સપનું સાકાર કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજે જણાવ્યું હતુ કે સતાને સેવાનુ અદકેરૂ માધ્યમ બનાવનાર અને વિશ્ર્વભરમાં માં ભારતીનું ગૌરવ વધારનાર નરેન્દ્રભાઈ મોદી લોકોના હૃદયમાં સ્થાન પામ્યા છે. મોહનભાઈ કુંડારીયાએ નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે દેશની જનતાની સેવા અને તેના વિકાસમાં રત રહેવાનો જેનો જીવન મંત્ર છે એવા નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્ર્વગૂરૂ બનાવશે.