૮૦ કરોડ જનતાને નવેમ્બર માસ સુધી વિનામુલ્યે રાશનનો લાભ મળશે
દેશભ૨માં હાલ કોરોના સામેની લડત ચાલુ છે ત્યારે પ્રધાનમંત્રીએ ટેલિવીઝન પ૨ કરેલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. દેશના ૮૦ કરોડ લોકોને નવેમ્બ૨ માસ એટલે કે દિવાળી સુધી વિનામુલ્યે રાશનનો લાભ મળશે. તેમજ ૨૦ કરોડ ગરીબ પરીવારોના જનધન ખાતામાં રૂ.૩૧ હજા૨ કરોડ જમા કરાવાયા છે.
૯ કરોડથી વધુ ક્સિાનોના બેન્ક ખાતામાં ૧૮ હજા૨ કરોડ જમા થાય છે. અમેરીકાની કુલ વસ્તીથી અઢી ગણા વધુ લોકોને, બ્રીટનની વસ્તીથી ૧૨ ગણા વધુ લોકોને અને યુરોપીયન સંઘની કુલ વસ્તીથી લગભગ બમણા લોકોને વિનામુલ્યે અનાજ અપાયુ છે ત્યારે હવે તહેવારોના દિવસો આવી ૨હયા છે ત્યારે ગુરૂપૂર્ણિમાથી લઈને છઠ્ઠ પુજા સુધીના આ દિવસોમા લોકોના જરૂરીયાતો અને ખર્ચા વધી જશે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બ૨ના અંત સુધી લંબાવવામાં આવેલ છે. ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દેશભ૨ના ૮૦ કરોડ લોકોને આવરી લેતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.