રૂ.૧૪ હજાર કરોડના પેકેજથી જીનજીવન ચેતનવંતુ બનશે: ભંડેરી, ભારદ્વાજ
રાજયની ભાજપ સરકારના રૂ.૧૪ હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજને આવકારી અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ વૈશ્ર્વિક મહામારી કોરોના સંક્રમણની સ્થિતિમાં લોકડાઉનને કારણે જે પરિસ્થિતિ ઉદભવી છે. તેમાથી જનજીવન, વેપાર-ધંધા, રોજગાર ઉદ્યોગોને પુન: ધબકતા કરવા માટે ‘ગુજરાત આત્મનિર્ભર પેકેજ’ જાહેર કર્યુ છે ત્યારે આ પેકેજમાં પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં અનેક માફી અને રાહતો જાહેર કરવામાં આવેલ છે, તેમજ વિવિધ નાની દુકાનો ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવકમાં જે ફટકો પડયો હતો તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જૂન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ માહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. જેનો લાભ રાજયના ૩૦ લાખ જેટલા દુકાનદારો, વેપારીઓ, કારીગરોને મળશે. જે અંતર્ગત રાજય સરકાર દ્વારા રૂ.૮૦ કરોડની આર્થિક રાહત આપવામાં આવશે. આ ઉપરાંત રાજયના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટ્રાકટરોને હંમાગી ધોરણે વીજ કનેકશન આપવામાં આવે છે.
લોકડાઉન દરમ્યાન પ્રોજેકટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિકસ્ટ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે. તેમજ રાજયમાં કોવિડ-૧૯ની મહામારીની પરિસ્થિતિને કારણે ધીમી પડેલી ઔદ્યોગિક પ્રવૃતિને વેગવંતી બનાવવા માટે રૂ.૭૬૮ કરોઠની કેપીટલ અને વ્યાજ સબસીડીનું ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચૂકવણુ કરવામાં આવશે. જેમા કારણે ઉદ્યોગોને નાણા ભીડમાંથી મોટી રાહત મળશે. તેમજ કોવિડ-૧૯ પરિસ્થિતિનો સામનો કરવા માટે મુખ્યમંત્રી રાહત નિધીમાંથી આરોગ્ય વિભાગને રૂ.૧૦૦ કરોડ ફાળવવામાં આવશે.
તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહાનગર પાલીકાઓને અનુક્રમે રૂ.૫૦ કરોડ, રૂ.૧૫ કરોડ, રૂ.૧૦ કરોડ અને રૂ.૧૦ કરોડ ફાળવવામાં આવશે. જયારે ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગર પાલિકાને પ્રત્યેકને રૂ.૫ કરોડ ફાળવવામાં આવશે.
કોવિડ-૧૯ પરિસ્થિતિને કારણે રાજયની જાહેર પરિવહન સેવાને પણ ગંભીર આર્થિક અસર થઇ છે. લોકડાઉનના નિયંત્રણો પછી સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરી જાહેર સેવા આપવાની થાય છે. જેના કારણે એસ.ટી.ને સહાય સ્વરૂપે રૂ.૧૨૦ કરોડ ફાળવવામા આવશે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ નાના વેપારીઓલ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજય સરકાર દ્વારા વાર્ષિક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. જયારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીૈએ ચૂકવવાનું રહેશે.
આત્મનિર્ભર પેકેજથી અર્થતંત્ર પુન: વેગવંતુ બનશે: કમલેશ મિરાણી
શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે ૨ાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી ૨ાજયની ભાજપ સ૨કા૨ના રૂ.૧૪ હજા૨ ક૨ોડના ગુજ૨ાત આત્મનિર્ભ૨ પેકેજને આવકા૨તા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ વૈશ્ર્વિક મહામા૨ી કો૨ોના સંક્રમણની સ્થિતિમાં લોકડાઉન ને કા૨ણે જે પિ૨સ્થિતિ ઉદભવી છે તેમાથી જનજીવન, વેપા૨-ધંધા- ૨ોજગા૨ ઉદ્યોગોને પુન: ધબક્તા ક૨વા માટે ગુજ૨ાત આત્મનિર્ભ૨ પેકેજ જાહે૨ ર્ક્યુ છે ત્યા૨ે આ પેકેજી સમાજના દ૨ેક વર્ગને એટલે કે છેવાડાના ગ૨ીબ, વંચિત, પિડીત, શ્રમીક, નાના વેપા૨ીઓ, ઉદ્યોગ, ધંધા-૨ોજગા૨ સૌના હિતની પ્રતિબધ્ધતા સાથે બનાવવામાં આવેલુ સબ સમાજ કો લીયે સાથ મે આગે હે બઢતે જાના ની ભદ્ર્ર ભાવના ધ૨ાવતું પેકેજ છે. તેમજ સ્વ૨ોજગા૨ નિર્માણ ક૨વા માટે રૂ. પ૨પ ક૨ોડ નું પેકેજ જાહે૨ ક૨વામાં આવેલ છે.ત્યા૨ે ૧૪ હજા૨ ક૨ોડ રૂપીયાનું આ પેકેજ ૨ાજયના ર્અતંત્રને પુન: વેગવંતુ ક૨વા અને ગુજ૨ાતને ફ૨ી ધમધમતુ બનાવવામાં અસ૨કા૨ક નિવડશે.
મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આત્મનિર્ભર પેકેજને ગ્રેટર ચેમ્બરનો આવકાર
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રૂ. ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સંવેદનશીલ સરકારના આ સંવેદનશીલ નિર્ણયને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વધાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતા ગ્રેટર ચેમ્બરે જણાવ્યું હતું કે આ પેકેજમાં નાના માણસો તથા નાના વેપારી અને ઉઘોગકારોને નજર સમક્ષ રાખી અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવેલ છે. જે પૈકી નાના વેપારી અને ઉઘોગકારોની મિલ્કત પર લાગતા મિલ્કત વેરામાં રાહત આપેલ છે. જી.એસ.ટી. તથા વેટના બાકી રહેતા ચુકવણાની રકમ સમય મર્યાદામાં ચુકવી આપવા તેમજ રાજય સરકાર દ્વારા ઉઘોગોને આપવામાં આવતી સબસીડીઓની મોટી રકમ સલવાયેલી પડેલ છે. તે તાત્કાલીક છુટી કરી ચુકવી આપવામાં આવશે આ ઉપરાંત વીજ વપરાશના બીલમાં લગાવવામાં આવતા મે માસના ફિકસ ચાર્જની રકમ તેમજ કેટલાક સમય માટે વીજ શુલ્કમાં પણ રાહત જાહેર કરવામાં આવી છે જે ખુબ જ સરાહનીય છે તેમ પ્રમુખ ખુબ ધનસુખ વોરા અને ઇન્ચાર્જ મંત્રી ઇશ્ર્વશભાઇ બાંભોલીની યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો, કૃષિકારો, ગરીબો, મજુરવર્ગ સહીત સૌના હિતની પ્રતિબધ્ધતા સો રાજ્ય સરકારે રૂપિયા ૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાતને રાજકોટ જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તા કુંવરજીભાઈ બાવળિયા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, ધારાસભ્યઓ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ આવકારી અને તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી સૌરભભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા છે.
માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ ખેડૂતો, કૃષિકારો અને શ્રમિકોને ધ્યાનમાં રાખીને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના માધ્યમી એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ એકમોને પ્રોત્સાહક વ્યાજ સબસીડી તેમજ કૃષિ પશુપાલન અને મસ્ત્યોધ્યોગને સહાય-રાહત, પાક ધિરાણ ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ મળશે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યોજનાને અનુરૂપ મસ્ત્યોધ્યોગ માટે જરૂરી ફિશિંગ નેટ, ફિશિંગ બોટ, સહીતના ઈનપુટ સાધનો ખરીદવા માટે સહાય તથા મહિલાઓને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવા મહિલા ઉત્કર્ષ જૂને ઝીરો ટકા દરે લોન મળી રહે તે માટેની વ્યાજ સહાય આપવામાં આવશે. ઉપરાંતઆદિવાસી ખેતમજૂરો કે આદિવાસી બાંધકામ શ્રમિકોને પોતાનું આવાસ ની તેવા શ્રમિકોને વતનમાં પાકું ઘર બનાવવા માટે લાર્ભાથી દીઠ સબસીડી આપવામાં આવશે. પેકેજી નાનામાં નાના ખેડૂતો-શ્રમિકો-છેવાડાના ગરીબ, વંચિતોનો સૌનો સો વિકાસ થાય અને સૌના હિતને ધ્યાનમાં રાખી ખરા અર્થમાં સબ સમાજ કો લિયે સાથ મે આગે હી બઢતે જાનાની ભાવનાવાળુ પેકેજ સરકારે જાહેર કરીને ગુજરાતના અર્થતંત્રને વેગવંતુ કરવાના જે પ્રયાસો કર્યા છે. તે સાચા અર્થમાં અભિનંદનને પાત્ર છે.