કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. કોઈએ પોતાના માતા-પિતા, કોઈએ પતિ તો કોઈએ ભાઈ ગુમાવ્યો છે. કેસ ઝડપભેર વધતાં મૃત્યુઆંક પણ ખતરનાક ગતિએ વધ્યો હતો. ઠેર ઠેર હોસ્પિટલોમાં બેડની ઘટ, ઓક્સિજનની અછત તેમજ રેમડેસીવીરની રામાયણ જોવા મળી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ કઈક આવી જ સ્થિતિ જોવા મળી છે. સાબરકાંઠામાં કોરોના સંક્રમણને તંત્ર રોકવામાં નિષ્ફળ ગયાનો આક્ષેપ મૂકી સ્થાનિક ભાજપ અનુસૂચિત જનજાતિના પ્રમુખ નરેશ પરમારએ રાજીનામું આપતા જિલ્લામાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

Rajinamu 1
કોરોના પોઝિટિવ દર્દીઓને સમયસર ટ્રીટમેન્ટ તેમજ ઓક્સિજન સહિત વેન્ટિલેટર અને રેમડીસિવર ઇન્જેક્શન સહિત હોસ્પિટલમાં બેડ ના મળતા ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત જનજાતિના સાબરકાંઠા જિલ્લા પ્રમુખ પોતાના પદેથી રાજીનામું આપી દેતા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે. પોતાના જીવનનો 30 વર્ષ જેટલો સમય ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે આપ્યો. જોકે કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવારજનોને બચાવી ન શકતા સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખને ઓક્સિજન સહિત હોસ્પિટલમાં એડમીટ ન કરાવી શકતા આખરે સાબરકાંઠા જિલ્લાના ભાજપના કાર્યાલયમાં જઈ પોતાનું અનુસૂચિત જનજાતિના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.


એકતરફ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને પગલે હજારો લોકો મોતને ભેટે છે, તેમજ સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે મોટા ભાગની હોસ્પિટલના તમામ બેડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જોકે સતત ત્રીસ વર્ષથી ભાજપ ના કાર્યકર રહ્યા હોવા છતાં અણી ના સમયે સરકારે તેમની કામગીરી કરનારની મદદ ન કરતા લાગી આવતાં તેમને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.