“વ્હાઇટના પૈસા જોઈએ છે”તેવું કહી પૂર્વ ડે.મેયરે 2.21 કરોડ લઇ ઓળવી લીધા ‘તા
શહેરના સામા કાઠાના જમીન મકાનના ધંધાર્થી અને હાલ કાલાવડ રોડ પર રહેતા તેમજ ભાજપ અગ્રણીના બનેવીએ પૂર્વ ડેપ્યુટી મેયર સહિત 11 ને બે કરોડથી વધુ રકમની આર્થિક મદદ કરવા જતાં દેણું વધી જતાં ફિનાઈલ ગટગટાવી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે મામલે પોલીસે 11 શખ્શો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણને રાઉન્ડઅપ કર્યા છે.
વધુ વિગત મુજબ સામા કાંઠા વિસ્તારના જમીનના ધંધાર્થી અને રૈયા રોડ પર આવેલા વીમાનગરમાં પર રહેતા જેન્તીભાઈ બચુભાઈ ઠુમ્મર નામના યુવાને પેડક રોડ નજીક પારુલ બગીચામાં ફિનાઈલ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસ મથકને થતા સ્ટાફ દોડી જય પ્રાથમિક તપાસમાં જે.બી. ઠુંમરએ બે અઢી વર્ષ પહેલા રાજકોટ મહાપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયાને વ્હાઇટના પૈસા માટે રૂ. 2.21 કરોડની આર્થિક મદદ કર્યાનું જણાવ્યું હતું.
લાંબા સમય બાદ ઉઘરાણી કરતા લેણદારો દ્વારા રકમ ચૂકવવા માટે હાથ ઊંચા કરી દેતા અને પોતે આર્થિક ખેંચ માં હોવાથી ફિનાઈલ પીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આર્થિક મુશ્કેલીમાં મુકાતા આ પગલું ભરી લીધું હતું જેથી પોલીસે આ મામલે અશ્વિન ચતુર મોલીયા,તેના પુત્ર નીરવ,મનસુખ માવજી પીપળીયા,સંજય પ્રાગજી દુધાત્રા,ચિરાગ બાબુ પરશાણાં,જગદીશ લીબાસીયા,ભરત નાગજી તળાવિયા,રમેશ ખોળાભાઈ શીંગાળા,વિજય રૈયાણી,ભરત માધાભાઇ રાદડિયા અને હસમુખ પોપટ કેરાલીયા સામે ગુનો નોંધ્યો છે જેમાં જગદીશ,મુના રાદડિયા અને ચિરાગને પૂછતાછ માટે રાઉન્ડઅપ કર્યા છે.