ઇન્ટેસ્ટીવીસ્ટ, ફેફસાના રોગોના નિષ્ણાંત એનેસ્થેટીસ્ટ સહિતના તબીબોની નિયમિત સેવા
મગજના રોગ, પેટ આંતરડા, યુરોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ તેમજ હ્રદય રોગના નિષ્ણાંત તબીબોની ટીમ જરૂર પડયે ઉપલબ્ધ
રાજકોટ કોરોના મહામારીએ માજા મૂકી છે. રોજ કેસ વધતા જાય છે અને રાજકોટમાં કોરોના દર્દીના મૃત્યુનો દર પણ પ્રમાણમાં વધુ છે ત્યારે ઇન્ડીયન મેડીકલ એસાથે. દ્વારા સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજી નિષ્ણાત તબીબોની ટીમ બનાવવામાં આવી છે જે નિયમિત રીતે રાજકોટની સરકારની સરકારી હોસ્પિટલમાં નિ:સ્વાર્થ સેવા આપે છે એમ ઇન્ડિયન મડીકલ એસાથે-રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. સરકારી તંત્ર સાથે સંકલન કરી નિષ્ણાંત તબીબો રોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીને તપાસી યોગ્ય સારવાર કરે છે.
ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીના કારણે હાલ સમાજમાં ભયનો માહોલ છે ત્યારે સરકારી હોસ્પિટલમાં સેવા આપવાનું શરુ કરવામાં આવ્યું છે. ક્રિટીકલ કેર નિષ્ણાંત, ઇન્ટેસ્ટીવીસ્ટ, ફેફસાના રોગના નિષ્ણાંત તબીબો નિયમીત રૂપે સરકારી તંત્ર અને સરકારી હોસ્પિટલના સંકલનથી કોરોના દર્દીની યોગ્ય સારવાર માટે સતત ઉપલબ્ધ રહે છે. આ ઉપરાંત મગજના રોગના નિષ્ણાંત, પેટ-આંતરડાના રોગના નિષ્ણાંત, યુરોલોજીસ્ટ, નેફોલોજીસ્ટ, હ્રદય રોગના નિષ્ણાંત સહિત વિવિધ રોગના નિષ્ણાંત તબીબોની ટીમ જરુર પડયે ઉપલબ્ધ હોય છે.
ઇન્ડીયન મેડીકલ એસાથે. રાજકોટના સેક્રેટરી તરીકે ડો. રૂકેશ ઘોડાસરાએ જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાના કારણે કોઇ દર્દી પરેશાન ન થાય અને તેને યોગ્ય અને સમયસર સારવાર મળી રહે એ માટે અમારા પ્રયાસાથે છે. જેમાં એસાથેસીએશન્શ ઓફ ફીઝીશ્યન્સ ઓય રાજકોટ, ઇન્ડીયન સાથેસાયટી ઓફ એનેસ્પેસીયોલોજીસ્ટ, ઇન્ડીયન સાથેસાયટી ઓફ ક્રિટીકલ કેર મેડિસીનનો સંપૂર્ણ સહયોગ બન્યો છે. કિટીકલ કેર નિષ્ણાંત ડો. મયંક ઠકકર, ડો. તેજસ કરમટા, ડો. સંકલ્પ વણઝારા, ડો. જયેશ ડોબરીયા સહિતના તબીબોની ટીમ સરકારી હોસ્પિટલમાં સેવા આપે છે.
આઇ.એમ.એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા, પૂર્વ પ્રેસીડન્ટ ડો. ચેતન લાલસેતા, સીનીયર તબીબો ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. ભરત કાકડીયા, ડો. અમીત હપાણી, ડો. કિર્તીભાઇ પટેલ, એસાથેસીએશન્સ ઓફ ફીઝીશ્યન્સ ઓફ રાજકોટના પ્રેસીડન્ટ ડો. પ્રશાંત ત્રિવેદી, સેક્રેટરી ડો. પારસ શાહ, પૂર્વ પ્રેસીડન્ટ ડો. સંજય ભટ્ટ, ઇન્ડીયન સાથેસાયટી ઓફ એનેસ્થેસીયોલોજીસ્ટના પ્રેસીડન્ટ ડો. ધર્મેન્દ્ર અમૃતિયા, સેક્રેટરી ડો. મંગલ દવે, ઇન્ડીયન સાથેસાયટી ઓફ કિટીકલ કેર મેડિસીનના પ્રેસીડન્ટ ડો. તુષાર પટેલ, સેક્રેટરી ડો. અમીત પટેલ, ડો. રશ્મી ઉપાઘ્યાય, ડો. એમ.કે. કોરવાડીયા, ડો. દિપેશ ભાલાણી સહિત આઇ.એમ.એ. રાજકોટના તબીબોની ટીમ સતત સેવા આપી રહી છે. અને કોરોના મહામારીના આ કપરા સમયમાં સમાજને જયાં પણ જરૂર પડશે ત્યાં ઇન્ડીયન મેડીકલ એસાથે. હંમેશા સાથ સહકાર આપશે. આઇ.એમ.એ.ના મિડિયા ડો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના વિજય મહેતા સેવા આપી રહ્યા હોવાનું એક યાદીમા જણાવાયું છે.