- બાલાસિનોર તાલુકાના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોનો રોષ સાતમા આસમાને છે. રુપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારવામાં ન આવતા ક્ષત્રિયોએ હવે ભાજપના ખુલ્લા વિરોધમાં આવી ગયા છે અને ‘ઑપરેશન ભાજપ’ના નામે આંદોલનને વધારે વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.
હવે રુપાલા વિવાદની આગ માત્ર રાજકોટ પુરતી ના રહેતા ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી રહી છે. જે અંતર્ગત નાના-નાના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. આ સાથે જ ભાજપ ઉમેદવારને મત ના આપવાના સંકલ્પ લેવામાં આવી રહ્યાં છે. એવામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ધર્મરથની તારીખ સહિતનો રુટ જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી અણછાજતી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોનો રોષ સાતમા આસમાને છે. રુપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારવામાં ન આવતા ક્ષત્રિયોએ હવે ભાજપના ખુલ્લા વિરોધમાં આવી ગયા છે અને ‘ ઑપરેશન ભાજપ ‘ના નામે આંદોલનને વધારે વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.
હવે રુપાલા વિવાદની આગ માત્ર રાજકોટ પુરતી ના રહેતા ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી રહી છે. જે અંતર્ગત બાલાસિનોર તાલુકા ના જનોડ, વસાધરા, સહિત નાના-નાના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. આ સાથે જ ભાજપ ઉમેદવારને મત ના આપવાના સંકલ્પ લેવામાં આવી રહ્યાં છે. એવામાં મહિસાગર જિલ્લાના માં ધર્મ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જેમા નયનાબા સોલંકી રજપૂત મહિલા સંગઠન, મહિપતસિંહ સોલંકી મહાકાલ સેના, હિતેન્દ્રસિંહ સોલંકી યુવા ક્ષત્રિય સેના તેમજ રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
‘લોકશાહી બચાવો, અસ્મિતા ટકાવો’ના સુત્ર સાથે રથયાત્રા
વધુમાં હિતેન્દ્રસિંહ યુવા ક્ષત્રિય સેના મહિસાગર જિલ્લા પ્રમુખ દ્વારા જણાવ્યું કે, રુપાલા બાબતે ક્ષત્રિય સમાજે પોતાનું સ્ટેન્ડ પહેલા જ ક્લિયર કરી દીધુ હતુ. હવે સમસ્ત ગુજરાત ક્ષત્રિય સમાજ બાલાસિનોર તાલુકા દ્વારા ભાજપ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે તૈયાર નથી. તેમજ ક્ષત્રિય નારીની અસ્મિતા, ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ યાત્રા શરૂઆત કરવામાં આવી.જેમા મહીસાગર જિલ્લા ના બાલાસિનોર તાલુકા ના જનોડ ગામ થી ધર્મરથ નુ પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે ખુબ મોટી સંખ્યા માં માતાઓ ભાઈઓ હાજર રહ્યા અને સંકલ્પ લીધો કે આવનારી લોકસભા ની ચૂંટણી માં ભાજપ વિરૂધ્ધ મતદાન કરશુ અને કરાવીશું . ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ફાગવેલના શૂરવીર ભાથીજી મહારાજના દર્શન કરી જરૂર ખાતેથી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું
સાગર ઝાલા