મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના નેતાઓ પર વોર્ડ નં.17ના કોંગ્રેસ ઉમેદવાર અશોકભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, ટાંક અને વસંતબેન પીપળીયાના આકરા પ્રહારો
કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા માટે ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તેવા નિયમો ગુજરાતમાં ભાજપની સરકારના રાજમાં માત્ર આમ જનતા માટે જ હોય તેવો સીનારીયો છેલ્લા છ માસથી જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાના સકંજામાં વોર્ડ નં.17ના કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક અને વસંતબેન પીપળીયાના આકરા પ્રહારો કર્યા હતા અને એવો આક્ષેપ પણ લગાવ્યો હતો કે, નિયમોનો ઉલાળિયો કરી ભાજપના નેતાઓ જનતાને કોરોનાના સકંજામાં ધકેલી રહ્યાં છે.વોર્ડ નં.17ના કોંગ્રેસના ઉમેદવાર અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક અને પીપળીયાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્રએ કોરોના કાળમાં પણ ભાજપનાં ઈશારે કામ કર્યું હતું. સામાન્ય જનતા પાસેથી માસ્ક ન પહેરવા કે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા સબબ તોતીંગ દંડ વસુલ કરવામાં આવતા હતા અને કાયદાના ધોકા પછાડવામાં આવતા હતા તો બીજી તરફ ભાજના કાર્યક્રમો કરવાની ખુલ્લેઆમ છુટ આપવામાં આવતી હતી. પરિણામે આજે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાના સકંજામાં સપડાયા છે. કોઈપણ રોગ વ્યક્તિ કે પક્ષને પુછીને આવતો હોતો નથી. કોંગ્રેસે અનેકવાર વહીવટી તંત્રની કામ કરવાની નીતિ રીતિનો વિરોધ કર્યો હતો. છતાં કલેકટર તંત્ર હોય કે કોર્પોરેશન તંત્ર હંમેશા અધિકારીઓએ ભાજપના કાર્યકરોની જેમ જ કામ કર્યું છે. પરિણામે અન્ય રાજ્યો મુક્ત થઈ ચૂક્યા છે. પરંતુ ગુજરાત અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઘટતું નથી. માસ્ક ન પહેરનાર સાધુ સંતો પાસેથી પણ ખુદ મ્યુનિ.કમિશનર દંડ વસુલ્યા છે તો બીજી તરફ જાહેરમાં ડીજેના તાલે ડાન્સ કરી માસ્ક ન પહેરી કોરોનાના તમામ નિયમોનો ઉલાળિયો કરનાર ભાજપની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી પરિણામે ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર જાણે શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે.