છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયા
૩૩ વર્ષથી રાજકીય ક્ષેત્રે કાર્યરત એવા લોકલાડીલા બાપુ એટલે કે ભુપેન્દ્રસિંહ ચુદામાને છાતીનો દુખાવો ઉપડતા તાત્કાલિક તેમને યુ એન મહેતા હોસ્પીટલમાં દાખલ કરવામાં અવ્વ્યા હતા. રાત્રે બે વાગ્યે તેમને સ્વાસ લેવામાં તકલીફ પાડી હતી ,હોસ્પિટલ પહોચ્યા બાદ ડોક્ટરે રીપોર્ટમાં જણાવ્યા મુજબ તેમને હાર્ટની નળીમાં બ્લોકેજ હોઈ તેમની બાઈપાસ સર્જરી કરવી પડશે. વિશેષ તબીબોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમની સર્જરી કાર્ય બાદ ત્રણ દિવસ આઈ સી યુ માં દેખરેખ હેઠળ રાખવામાં આવશે