દરેક ગામના ચબુતરાઓની સફાઈ કરી ચણ એકત્રીત કરવાનો કાર્યક્રમ થશે: વિજય કોરાટ

અષાઢી બીજ એટલે અષાઢ સુદ બીજનો તહેવાર. અષાઢી બીજના દિવસે કચ્છી લોકોનું નવું વર્ષ ઉજવવામાં આવે છે. અષાઢી બીજ એટલે ખેડૂત લોકોનું પ્રભુ ઉપરનો ભરોષો રાખવાનો ઉત્તમ દિવસ, કારણ કે ખેડૂત લોકો ભગવાન પર ભરોષો રાખી પોતાના ખેતરમાં બીજ વાવી, પ્રભુ ઉપર વિશ્વાસ રાખી વરસાદની માંગણી કરી, પ્રભુ પ્રત્યે પ્રેમ દાખવે છે.

પ્રદેશ ભાજપ કિસાન મોરચાનાયશસ્વીપ્રમુખ  હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ મહામંત્રીઓ હિરેનભાઈ હીરપરા,  સરદારભાઈ ચૌધરીની રાહબરીમાં રાજ્યના કિસાનોનો સર્વાંગી વિકાસ થાય તે માટે થઈ સમયાંતરે સમગ્ર ગુજરાતમાં વિવિધકૃષિલક્ષી કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. આવતી અષાઢી બીજને લઈને પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા આ વખતે નવતર તેમજ સમાજને રાહ ચિંધનારો કાર્યક્રમ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પક્ષીઓનાં ચબુતરાની સફાઈ કરી લોકો પાસેથી ચણ એકત્રીત કરવામાં આવશે. વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમ્યાન વરસાદને કારણે પક્ષીઓને જરૂરી ખોરાક મળતો નથી. જેને કારણે આ અષાઢી બીજની પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુજરાત રાજ્યના તમામ ગામડાઓમાં કિસાન મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ગામડે-ગામડે પક્ષીઓના ચબુતરાની સફાઈ કરવામાં આવશે તેમજ ગ્રામ્યજનો પાસેથી પક્ષીઓ માટે જરૂરીચણએકત્ર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.