અંગત અદાવતના કારણે કાર અથડાવી ચાર રાઉન્ડ ફાયરીંગ કરાયું
સાયલા-સુદામડા રોડ ઉપર સરપંચના ઉમેદવાર તેમના ટેકેદારો સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સો દ્વારા જુની અદાવતમાં ઘાતક હથિયારોથી હુમલો કરાતા પાંચથી સાત વ્યકિતને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ બનાવમાં ફાયરીંગ થયાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. હથિયારબંધી હોવા છતાં સશસ્ત્ર હુમલો થતા ચકચાર ફેલાવા પામી છે.
સુદામડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરનાર કરમણભાઈ આલાભાઈ ખાંભલા તેમના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રોની ચકાસણીનુ કામ પતાવીને સુદામડા પરત ફરી રહ્યા હતા. ત્યારે બોલેરો અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જીને કરમણભાઈ અને તેમના ટેકેદારો ઉપર ધારીયુ, ફરશી, લાકડી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવતા પાંચથી સાત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલામાં ચાર રાઉન્ડ ફાયરીંગ થયાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઈજાગ્રસ્ત કરમણભાઈ ઉપરાંત ખેંગારભાઈ આલાભાઈ ખાંભલા, કરસનભાઈ ભોજાભાઈ ખાંભલા, અરજણભાઈ ખીમાભાઈ ખાંભલા, બીજલભાઈ હાથીયાભાઈ ખાંભલાને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલે લઈ જવાયા હતા. આ અંગે સાયલા પોલીસમાં જેઠસુરભાઈ લઘુભાઈ, દિપકભાઈ આલેખભાઈ, મંગળુભાઈ કથુભાઈ, જયુભાઈ રણુભાઈ, રણુભાઈ રામભાઈ, રામુભાઈ રામભાઈ તેમજ ચાર અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવવામા આવી છે. ચાર મહિના પહેલા પોલીસમાં થયેલી એક અરજીનું મનદુ:ખ રાખીને આ હુમલો થયાનુ જાણવા મળ્યું છે.
ત્યારે આ મામલે ઇજાગ્રસ્ત સાયલા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ એ સોશિયલ મીડિયા ઉપર વીડિયો પણ વાયરલ કર્યો હતો તે ઇજાગ્રસ્ત બન્યા હતા તે સમયે વીડિયો વાયરલ કર્યો હતો અને વાયરલ વીડિયોમાં ઇજાગ્રસ્ત ખેંગારભાઈ રબારી જણાવી રહ્યા છે કે જેમને પહેરેલો ત્રણ તોલાનો ચેનની લૂંટ કરવામાં આવી છે અને ચૂંટણીઓનો રાગદ્વેષ રાખી અને હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ તે જણાવી રહ્યા હતા અને તેમના મોબાઇલની પણ લૂંટ કરવામાં આવી હોવાનું તે વાયરલ વિડીયો માં જણાવી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ છે.
ત્યારે સાયલા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ ખેંગારભાઈ રબારી ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે તેમનું મોત નિપજવા પામ્યું છે.જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ચૂંટણી પહેલા જ તેમનું મોત નિપજતા રાજકીય ગરમાવા એ પણ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હાલમાં તેમના પરીવારજનોમાં પણ આ મામલે શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે તેમને પોતાનો દેહ છોડી દીધો છે તેને લઈને ભાજપ પક્ષમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે.ત્યારે હજુ અકસ્માત સર્જી અને ફાયરિંગ કરાયા હોવા ની શંકા વ્યક્ત કરાઈ હતી. અને ખેંગાર ભાઈ નું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે.