તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક
દેશના મોટાભાગના રાજયોમાં ભાજપ સરકાર છે. હવે તમિલનાડુમાં એઆઈએડીએમકે સાથે મળી પગદંડો જમાવવાની તૈયારી ભાજપ દ્વારા ચાલી રહી છે જેના અનુસંધાને તાજેતરમાં જ મુખ્યમંત્રી કે.પલાનીસ્વામી અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઈ હતી.
તમિલનાડુમા પગદંડો જમાવવાનો પ્રયત્ન ભાજપ લાંબા સમયથી કરી રહ્યો છે. અલબત સ્થાનિક પક્ષોની મદદ વગર તમિલનાડુમાં સફળતા હાંસલ કરવી ખુબ જ કપરી છે. જેથી ભુતકાળમાં પણ ભાજપે સ્થાનિક પક્ષો સાથે ગઠબંધન કરવાના પ્રયાસો કર્યા હતા.
જોકે તાજેતરમાં મુખ્યમંત્રી પલાનીસ્વામી અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠકમાં આ મુદ્દે મહદઅંશે સફળતા મળી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા પલાનીસ્વામી અને મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં એઈમ્સ, હાઈડ્રોકાર્બન પ્રોજેકટ સહિતના મુદે ચર્ચા થઈ હતી. હાલની બેઠકમાં રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા મુદે અહમ ચર્ચા થઈ છે.