આંતરીક જવાળામુખી ફાટી ન નીકળે તે જોવા હાઈ કમાન્ડનું મંથન
વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના સપ્તાહ બાકી છે. ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતવાનો નિર્ધાર કર્યો છે. કોંગ્રેસે પણ રાહુલ ગાંધી સહિતના નેતાઓને ગુજરાત ચૂંટણીમાં પ્રચાર-પ્રસારમાં બોલાવ્યા છે. ટિકિટ ફાળવણી કયાં અને કોને કેવી રીતે કરવી તે બન્ને પક્ષો માટે અવઢવ છે. ભાજપમાં તો ટિકિટ વાંચ્છુકોની કતારો લાગી છે. એકને ટિકિટ અપાય જાય અને અન્ય રહી જાય તેવા સંજોગોમાં આંતરીક જવાળામુખી ફાટી નીકળે તેવી દહેશત ભાજપ હાઈ કમાન્ડને છે માટે ટિકિટ ફાળવણીના સંજોગોમાં કઈ રીતે કામ લેવું તે અંગે મંથન થઈ રહ્યું છે.
ભાજપની સેન્સ પ્રક્રિયા સ્થાનિક સ્તરે બળવાન ઉમેદવાર માટેની છે. આશાસ્પદ ઉમેદવારોને ટિકિટ આપવા દબાણ પણ થઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. જો ટિકિટ નહીં મળે તો આડકતરી રીતે કોંગ્રેસને લાભ ખટાવવાની પ્રવૃતિ પણ થઈ શકે તેવી દહેશત ભાજપને છે. આંતરીક વિખવાદ જ ભાજપ માટે ચૂંટણીની સૌથી મોટી સમસ્યા રહેશે.
નિરીક્ષકોએ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મોવડી મંડળ પર દબાણનો દૌર શ થયો છે. કેટલાક સ્થળોએ ઉમેદવારો ભાજપના માપદંડોને અનુપ નથી છતાં પણ ટિકિટ માંગી રહ્યાં છે. હાલ તો ભાજપમાં ઉમેદવાર પસંદગી પક્ષની નીતિ ઉપર આધારિત રહેશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્લેકમેઈલીંગ સહિતના પ્રયાસોથી આ નીતિ કેટલી અનુપ રહેશે તે પ્રશ્ર્ન છે. ઘણા કિસ્સામાં તો વર્ષ ૨૦૧૨માં હારી ગયેલા ઉમેદવારો પણ ભાજપ સમક્ષ ટિકિટની માંગ કરી રહ્યાં છે. પરિણામે ટિકિટની ફાળવણી બાબતે મોટી અવઢવ ભાજપના નેતાઓને સતાવે છે.