શહેર ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં કારોબારી બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ રાષ્ટ્રીય કક્ષાાએ અને પ્રદેશ કક્ષાાએ અને મહાનગર કક્ષાાએ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ વોર્ડ કક્ષાાએ બુથ સુધીનાં કાર્યકર્તાઓનો સમાવેશ કરી કારોબારી બેઠક યોજાતી હોય છે ત્યારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી મહાનગરની ઈ-કારોબારી બેઠક યોજાઈ હતી તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન હેઠળ વોર્ડ નં 1 થી 9 ની કારોબારી યોજાઈ હતી, જેમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી, ગોવીંદભાઈ પટેલ, જનકભાઈ કોટક, પ્રતાપભાઈ કોટક, અરવીંદ રૈયાણી, બીનાબેન આચાર્ય, ડો.પ્રદીપ ડવ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, રક્ષાાબેન બોળીયા, જીતુભાઈ મહેતા સહીતના ઉપસ્થિત રહયા હતા તેમજ આજે વોર્ડ નંબર 10 થી 18 માં કારોબારી બેઠક યોજાશે. જેમાં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ કારોબારી બેઠકને સંબોધતા ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યુ હતુ કે 1980 માં સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત અને દેશ માટે અવિરત સંઘર્ષ અનેક યાતનાઓ અને અનેક આંદોલનો દવારા સ્થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની મોટી રાજકીય પાર્ટી બની છે ત્યારે તપ, ત્યાગ અને બલિદાનોને સંસ્કારોથી સિંચાયેલી પાર્ટીનાં આપણે સૌ કાર્યર્ક્તા છીએ ત્યારે હંમેશા અંત્યોદયની ભાવના એટલે કે છેવાડાનાં માનવીની ચિંતા કરનારી પાર્ટી છે ત્યારે ભાજપ એ માત્ર રાજકીય પક્ષા નહીં પરંતુ રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલી પાર્ટી છે અને તેના આપણે સૌ કાર્યર્ક્તા છીએ તેનુ આપણને ગૌરવ છે તેમજ આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં ફસાયુ છે
ત્યારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજયનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વાળી ભાજપા સરકાર ધ્વારા કોરોનાનાં જંગ સામે અનેકવિધ નકકર પગલા ભર્યા છે ત્યારે ખાસ કરી લોકોને પુરતા પ્રમાણમાં સહાય મળે તેમજ લોક ડાઉનનાં કારણે આર્થિક રીતે નબળા લોકોને મુશ્કેલી ન થાય તે માટે મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. આ તકે વોર્ડ નં.1 માં હીતેશ મારૂ, જયરાજસિહ જાડેજા, વોર્ડ નં.ર માં રાજેન્દ્રસિંહ ગોહીલ, માધવ દવે, દશરથભાઈ વાળા, વોર્ડ નં.3 માં દીનેશ કારીયા, હેમભાઈ પરમાર, રાજુભાઈ દરીયાનાણી, વોર્ડ નં.4 માં દીપક પનારા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, વોર્ડ નં.પ માં રમેશ અકબરી, દીનેશ ઘીયાળ, અશોક લુણાગરીયા, વોર્ડ નં. 6 માં રમેશ પરમાર, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યત સંપટ, વોર્ડ નં. 7 માં અનીલભાઈ પારેખ, પ્રતાપભાવોરા, રમેશ દોમડીયા, વોર્ડ નં. 8 માં નિતીન ભુત, તેજશ જોષી, જયસુખ મારવીયા, વોર્ડ નં. 9 માં વિક્રમ પુજારા, રક્ષાાબેન વાયડા, પ્રવીણ મારૂ, સીહતના ઉ5સ્થિત રહ્યાં હતાં.