રાજ્યમાં કોંગ્રેસની સરકાર છતાં

તાજેતરમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પછાડીને સત્તામાં આવેલી કોંગ્રેસ માટે બન્ને રાજયોમાં નબળા પરિણામોનો બુકીઓનો મત

બન્ને રાજ્યોમાં લોકસભાની ચૂંટણીમાં અનેક બેઠકો પર કોંગ્રેસ કરતા ભાજપની જીતની શક્યતા ત્રણ ગણી વધારે હોવાનો સટ્ટા બજારનો મત

દેશમાં લોકસભા અને કેટલીક વિધાનસભાની ચુંટણીના માહોલ વચ્ચે અત્યારે એકઝીટ પોલ અને સટ્ટાબજારના વલણમાં વડાપ્રધાન મોદી અને ભાજપનો ઘોડો જોરમાં હોય એવું દેખાય છે. ૨૦૧૮ની વિધાનસભાની ચુંટણીઓમાં સટ્ટાબજારે અગાઉ કરેલી આગાહીથી લગોલગ પરીણામો આવ્યા હતા.

જોકે સટ્ટાબજારના અભિપ્રાયો સાચા પડે તેવું માનવાનું કોઈ કારણ નથી તેમ છતાં બજારમાં ભાજપ અનેક બેઠકો ઉપર કોંગ્રેસ સામે વિજેતા થવાની ત્રણ ગણી શકયતાઓ ધરાવે છે. દેશમાં દરેક ચુંટણી વખતે હજારો-કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાય છે. સટ્ટાબજારની બુકીઓમાં મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીનો પુન: વિજય મનાઈ રહ્યો છે. ભાજપને ૨૪૬ થી ૨૪૯ બેઠકો તેના કેશરીયા સહયોગીઓની મદદથી મળશે. જયારે કોંગ્રેસના ભાગે ૭૬ થી ૭૮ બેઠકો રહેશે. સટ્ટાબજારના મતે રાજસ્થાનમાં ભાજપ મેદાન મારી જશે.

૨૦૧૮ની  ધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના ૧૧૬ અને ભાજપના ૧૦૨ના ચિત્રમાં લોકસભાની ચુંટણીમાં પરીણામ આખુ જુદુ આવ્યું હતું. મધ્યપ્રદેશના પંટ્ટરોએ રાજયની મોટાભાગની બેઠકો પર ભાજપના વિજયનું વલણ અપનાવ્યું છે. સંપૂર્ણ સત્ય નહીં પણ સત્યથી ખુબ જ સમિપ રહેતા બુકીઓના આ રૂઝાનમાં અત્યારે ભાજપનો ઘોડો વિનમાં દેખાય રહ્યો છે અને દરેક બેઠકો પર કોંગ્રેસ સામે ભાજપના વિજયની શકયતા ૩ ગણી દેખાય રહી છે.

ભાજપ ૨૪૬ થી ૨૪૯ અને કોંગ્રેસ ૭૬ થી ૭૮ બેઠકો પર આગળ ચાલી રહી હોવાનું જણાવેલ છે. સટ્ટોડિયાઓ માટે ચુંટણીની સીઝન ધંધા માટે દિવસો ગણવામાં આવે છે. અમને એનડીએ, યુપીએ કે ત્રીજા મોરચાના ઉમેદવારોનો ધંધો મળતો નથી. અત્યારે ભાજપ હોટ ફેવરિટ છે.

સટ્ટાબજારમાં ૨૦૧૮ની વિધાનસભાની ચુંટણીઓમાં રાજસ્થાનમાં કોંગ્રેસના ૧૧૬ અને ભાજપના ૧૦૨ના રૂઝાન, સટ્ટાબજારમાં મળ્યા હતા. બુકીના મતે કોંગ્રેસની જીતની શકયતા ત્રણ ગણી સેવાઈ રહી છે. હજારો કરોડો રૂપિયાના સટ્ટાબજારના ધંધામાં ફોન બાદ હવે વેબસાઈટ અને ઓનલાઈન એપ્લીકેશનનાયુગમાં સટ્ટાનો ગેરકાયદેસર ધંધો જલ્દીથી પકડવો હવે મુશ્કેલ બન્યો છે તેમ છતાં મધ્યપ્રદેશમાં દિવસમાં ત્રણેક કેસ નોંધાતા રહે છે.

ભોપાલ પોલીસ ક્રિકેટ અને ચુંટણીના સટ્ટા પર પુરતુ ધ્યાન આપી રહ્યું છે. સટ્ટોડિયાઓની ગેંગ વિવિધ તરકીબો અજમાવે છે. ચાલુ મોટરોમાં કંટ્રોલરૂમ ચલાવે છે. એ.એસ.પી. સંજય શાહના મત મુજબ મોટા શહેરોમાંથી આવુ રેકેટ ચાલતુ હોય છે પરંતુ ભોપલમાં કોઈ બાતમી મળી નથી. અત્યારે સટોડિયાના મતે ભાજપ ૨૪૬ બેઠકો મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.