રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલયે 41મા સ્થાપના દિનની ઉલ્લાસભેર ઉજવણી
ભારતીય જનતા પાર્ટીના 41માં સ્થાપના દિન નિમિતે રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાજી તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવેલ કાર્યકર્તા ઉદબોધન સાંભળવામાં આવેલ તથા ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવી ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ.
આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઇ ખાચરિયાએ જણાવ્યું હતું કે, ભારતની પ્રજાજન વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીમાં યાતનાઓ ભોગવતી રહી ત્યારે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા દેશભરમાં રાષ્ટ્રવાદનો જુવાળ ઉભો કરવામાં આવ્યો અને દેશને 1947માં આઝાદી અપાવી ત્યારબાદ દેશમાં એક એવું રાષ્ટ્રવાદનું સંગઠન મજબુત બને તે માટે થઇ 1925માં ડો.કેશવ બલીરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થપના કરી દેશભરમાં રાષ્ટ્રવાદીઓ એક સ્થાન ઉપર ભેગા થાય તે માટે શાખાનું સ્વરૂપ આપ્યું અને તે સમયે પ્રથમ રાષ્ટ્રીય સરકારના ઉધોગપ્રધાન શ્યામાપ્રસાદ મુખર્જીએ તા.21 ઓક્ટોબર,1951ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરી અને આર.એસ.એસ.ના સગઠનમાંથી રાજકીય સંગઠનમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી, નાનાજી દેશમુખ, અટલબિહારી વાજપેયી, સુંદરસિહજી ભંડારીને મુખ્ય જવાબદારી સોંપી દેશભરનો પ્રવાસો કરી જનસંઘને મજબુત કરવાના પ્રયાસો કર્યા.
ઉપરોક્ત જનતા મોરચાની સરકારનું આયુષ્ય અલ્પજીવીત રહ્યું હતું. ભારતીય જનસંઘએ 1951 થી 1977 સુધી અનેક પ્રજાહિતલક્ષી આંદોલનો, જેલવાસ જેવી અનેક મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રવાદી કાર્યકરોનું સંગઠન મજબુત બનાવતા રહ્યા. તે સમયે જનતા મોરચાની સરકારમાં બેવડા સભ્યપદનો મુદો ચગતા જનતા મોરચાનું પતન થયું. ત્યારે ભારતીય જનસંઘને સ્થાને તમામ અગ્રીમ હરોળના નેતાઓએ રાષ્ટ્રવાદને આગળ ધપાવવા તા.6 એપ્રિલ 1980ના રોજ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી અને કમળના ચિન્હ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં પ્રથમ અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. ભાજપા ડીફરન્સ વિથ પાર્ટીના ધ્યેય સાથે આગળ આવતી ગઈ. અને બે સંસદ સભ્યોની સફરથી આજે દેશમાં કેન્દ્રસ્થાને સરકાર સહીત દેશના 14 રાજ્યોમાં સુશાસન કરી રહી છે. તેમ અંતમાં જણાવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લા મહામંત્રી મનિષભાઈ ચાંગેલા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર પૂર્વ ધારાસભ્યશ્રી બાવનજીભાઈ મેતલિયા, શ્રી ગિરીશભાઈ પરમાર, શ્રીમતી સીમાબેન જોશી, રીનાબેન ભોજાણીએ પ્રસંગને અનુરૂપ ઉધબોધન કર્યું હતું.
જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા તથા મહામત્રી મનીષભાઈ ચાંગેલા દ્વારા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.