મેયર બંગલે યોજાયુ કાર્યકર્તા મિલન
સંગઠન ક્ષેત્રે ગુજરાતમાં રાજકોટ પ્રથમ રહ્યું છે:શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી
પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી કાર્યકર્તા પાર્ટીના કાર્યક્રમોને સફળ બનાવે છે: કમલેશ મિરાણી
શહેર ભાજપ દ્વારા મેયર બંગલા ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ‘કાર્યકર્તા મિલન સમારોહ’ યોજવામાં આવ્યો હતો.
આ તકે કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપની યોજના અનુસાર પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે રાજકોટ શહેર સંગઠન દ્વારા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી દરેક કાર્યક્રમોને સફળ બનાવાય છે, ત્યારે સંગઠન ક્ષેત્રે ગુજરાતમાં રાજકોટ પ્રથમ રહયુ છે તેનું ઉદાહરણ ‘જન આશિર્વાદ યાત્રા’ની જબ્બર સફળતાએ પુરૂ પાડયુ છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા કાર્યર્ક્તા આધારીત પાર્ટી રહી છે. અને ભાજપમાં પહેલા સૌ કોઈ કાર્યકર્તા છે ત્યારે ‘વ્યક્તિ સે બડા દલ અને દલ સે બડા દેશ હોતા હૈ’ના સૂત્રને હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સાર્થક ર્ક્યુ છે ત્યારે છેવાડાના માનવીને પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ લોકહીતકારી અને લોક કલ્યાણલક્ષી તમામ યોજનાઓનો લાભ મળે એ માટે પાર્ટીનો કાર્યકર્તા કટીબધ્ધ રહયો છે, ત્યારે પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને આ કાર્યક્રમો થકી કાર્યકર્તા હંમેશા પ્રજા સાથે જોડાયેલો રહયો છે.
આ તકે આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજ્યના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષ્ાીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદિપ ડવ, કશ્યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ કોઠારીએ, આભારવિધિ નરેન્દ્રસિંહ ઠાકુરે અને કાર્યક્રમની વ્યવસ્થા કિશોર રાઠોડે સંભાળી હતી.
સાંધિક ગીત અતુલ પંડિતે કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા કમલેશ મિરાણીએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તા આધારીત પાર્ટી છે, ત્યારે પાર્ટી દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થતુ હોય છે ત્યારે કાર્યકર્તાઓના અથાગ પરીશ્રમથી જ પાર્ટીના કાર્યક્રમો સફળ બનતા હોય છે. ત્યારે પાર્ટીનો કાયકર્તા હંમેશા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વાહક બનતો આવ્યો છે.
ત્યારે આ કાર્યકર્તા ‘મિલન સમારોહ’માં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રમુખ-પ્રભારી- મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખ- મહામંત્રીઓ, સેલના સંયોજકો, કોર્પોરેટરો, શિક્ષ્ાણ સમિતિના સદસ્યો સહીતના ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનિલભાઈ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ જહેમત ઉઠાવી હતી.