સીઆર પાટીલે બળવાખોરોને ચેતવણી આપતા કહ્યું હતું કે કહ્યું કે, હજુ પણ નિર્ણય બદલવાનો સમય છે અને જો તેઓ પીછેહઠ નહીં કરે તો પાર્ટી તેમની વિરુદ્ધ પગલું ભરશે અને તેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દેવાશે. ત્યારે સી.આર પાટીલની સુચનાનો આજે અમલ થયો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવાર સામે નીચે મુજબના અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તે બદલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચનાથી આજે ૭ ઉમેદવારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.