39 પાટીદાર 14 મહિલા 9 બ્રાહ્મણ 6 ક્ષત્રિય ઉમેદવારોને ઉભા રાખી ભાજપે ગોઠવી ટીકીટ નીતિ
ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એક હથ્થુ શાસન કર્યા બાદ 2014 થી તેઓ કેન્દ્રમાં પ્રધાનમંત્રી બન્યા પરંતુ ગુજરાતને સ્થિરતા પ્રદાન થઈ નહીં સૌથી પહેલા આનંદીબેન પટેલ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શક્યા પછી વિજયભાઈ રૂપાણીએ પણ કાર્યકાળ પૂરો કરતા પહેલા જ રાજીનામું આપી દીધેલ અને હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકીનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે પરતું શું તેઓ જ મુખ્યમંત્રી બનશે તે અંગે હજુ કોઈ ખોલ આપવામાં આવેલ નથી.
ભાજપે 2022ની ચૂંટણી માટે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં જ્ઞાતિ તો જળવાઈ છે પરંતુ સાથે જ યુવા નેતાગીરીને પણ પ્રમોટ કરવામાં આવી છે
ભાજપે માઈનોરીટીને પણ જાળવી છે અને ત્રણ જૈન ઉમેદવારોને પણ ટિકિટ આપી છે
૯ મહિલાઓને અપાઈ ટિકિટ
અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં બે, સુરત વડોદરામાં એક-એક મહિલાને અપાઈ ટિકિટ મહત્ત્વની વાત તો એ છે કે રાજકોટમાં ગત ચૂંટણીમાં એક પણ મહિલાને ટિકિટ નહોતી આપવામાં આવી જેની જગ્યાએ ભાજપે બે મહિલાઓને ટિકિટ આપી સૌને ચોંકાવી દીધા છે
ભાનુબેન બાબરિયા અને દર્શિતાબેન શાહ પર પસંદગીનો કળશ ઢોળાયો
સૌથી વધારે હાલ સૌરાષ્ટ્રમાં ઉથલપાથલ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રમાં જૂના ઘણા જોગીઓને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેનું જેનું સૌથી મોટું ઉદાહરણ રાજકોટ છે જ્યાં ચારેય બેઠકો ઉપર નવા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે જામનગરમાં રીવાબા જાડેજાને સ્થાન આપીને યુવા મતોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
ભાજપમાં જૂના જોગીઓ માર્ગદર્શક બન્યા
ભાજપે સૌરાષ્ટ્રમાં મોટાભાગના જુના અને રીપીટ થતા ઉમેદવારોને ટિકિટ ના આપવાની અને યુવા ચહેરાઓ તથા પક્ષ પલટો કરીને આવેલા ચહેરાઓને ટિકિટ આપેલી છે પરંતુ હજુ સુધી કોઈ ભાજપના નેતાએ બળવો કે વિરોધ કરેલ નથી અને સાથે જ કોઈ ભાજપના નેતાએ અન્ય પાર્ટીનો સંપર્ક કરીને પક્ષ પલટો કરવાનો વિચાર કર્યો હોય તેવા કોઈ સમાચાર મળેલા નથી