શહેર ભાજપ અનુ. જાતિ મોરચાનું સ્નેહમિલન યોજાયું: પુષ્પદાન ગઢવી, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, બીનાબેન આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યાં
પ્રદેશ ભાજપની યોજના અનુસાર નૂતન વર્ષને વધાવવા ભાજપ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમો શહેર ભાજપ અનુ. જાતિ મોરચા કાર્યકર્તાનું સ્નેહમિલન કાર્યક્રમ કરણપરા સ્થિતિ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શંભુનાથજી ટુંડીયા, પ્રદેશ અનુ. જાતિ મોરચાના મહામંત્રી ગૌતમભાઈ ગેડીયા, વિક્રમભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય અનુ. જાતિના મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા સહિતનાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સ્નેહમિલનનો કાર્યક્રમનું દીપ પ્રાગટયથી પ્રારંભ પુષ્પદાનભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઈ પટેલ સહિતના ભાજપ અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ તકે રાજયસભાના સાંસદ અને પ્રદેશ અનુ. જાતિ મોરચાના પ્રમુખ શંભુનાથજી ટુંડીયાએ જણાવ્યું હતું કે, દલિતોના મસીહા ડો.બાબાસાહેબ આંબેડકરની સંસદ ભવન ખાતે વર્ષો સુધી કોંગ્રેસે તૈલીચીત્ર ન મુકી અને કાયમી માટે અપમાનીત કર્યા હતા અને કોંગ્રેસે હંમેશા દલિતોને અન્યાય કર્યો છે અને પોતાની વોટ બેન્ક તરીકે દલીત સમાજનો ઉપયોગ કર્યો હતો. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સામાજીક સમરસતાના સંમેલનો યોજી દલિત સમાજનું ઉત્થાન થાય તે દિશામાં કેન્દ્ર અને રાજય સરકાર કટીબધ્ધ બની છે ત્યારે હંમેશા દલિત સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ફરી ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી ભાજપનો ભવ્ય વિજય થાય એ જ નૂતન વર્ષનો સંકલ્પ હોય શકે.
આ તકે ગૌતમભાઈ ગેડીયાએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપા સરકાર દલિતો, પીડીતો અને શોષીતોના સર્વાંગિ વિકાસ તરીકે પ્રસ્થાપિત થઈ છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં કેસરીયો લહેરાય તે માટે અનુ. જાતિ મોરચાના દરેક કાર્યકર્તાઓને કટીબધ્ધ બનવાની હાકલ કરી હતી.