BJPએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી રજૂ કરી દીધી છે. આ યાદીમાં 36 ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ ઓરિસ્સાના પૂરીથી સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે. તેના પરથી સ્પષ્ટ થઇ ગયું કે હવે પીએમ મોદી પૂરી સીટ પરથી ચૂંટણી લડશે નહીં.
કારણ કે અત્યાર સુધી ચર્ચા હતી કે પીએમ મોદી વારાણસી સિવાય પૂરીથી પણ ચૂંટણી લડી શકે છે તેના પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું. પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 06, ઓરિસ્સાની 5, મેઘાલયની 1 અને અસમની 1 સીટ પર ઉમેદવાર જાહેર કરાયો છે.પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 184 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી.
ભાજપના 36 ઉમેદવાર પૈકી પુરીથી સંબિત પાત્રા ઉતરતાં નરેન્દ્ર મોદીના નામની અટકળનો અંત આવ્યો છે. તો કોંગ્રેસ યુપીના પ્રમુખ રાજ બબ્બર ફતેહપુર સીકરીથી લડશે.