સુરેન્દ્રકાકાના માર્ગદર્શનમાં વર્ષોથી તૈયાર કરવામાં આવતા પ્રચાર સાહિત્યમાં ૫૧ પ્રકારની ચીજ-વસ્તુઓનું નિદર્શન કરાયું
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ઇલેકટ્રોનિક મીડિયાની ઉપસ્થિતિમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશ કર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા ધ્વારા આગામી લોક્સભા ચુંટણી અંતર્ગત પ્રચાર-પ્રસાર અર્થે તૈયાર કરાયેલ કીટનુ નિદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પ્રદેશના વરિષ્ઠ નેતા અને કોષાધ્ય્ક્ષ આદરણીય સુરેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ અગ્રણી મહેશભાઇ કસવાલા અને પ્રદેશ મિડીયા ક્ધવીનર પ્રશાંત વાળા ઉપસ્થિત રહ્યા હતા.
પંડયાએ જણાવ્યુ હતુ કે, લોકસેવા, લોકસંપર્ક અને લોકજાગૃતિના કાર્યક્રમો થકી જનતાની વચ્ચે રહેવામાં ભાજપા હંમેશા અગ્રેસર રહ્યુ છે. જનસંપર્ક હોય કે લોકમન-લોકસૂચનો માટે ભારત કે મન કી બાત, મોદી કે સાથ કાર્યક્રમ હોય, કે ઘર-ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમ હોય કે યોજના થકી લાભાર્થી સંપર્ક દ્વારા કે કમલદિપ કાર્યક્રમ હોય કે વિધાનસભા સ: બાઇકરેલી કે લોકસભા સ: વિજય સંકલ્પ સંમેલન હોય, ભાજપા હંમેશા અગ્રેસર રહ્યું છે.
ભાજપા ઉમેદવારો જાહેર કરવામાં હંમેશા અગ્રેસર રહી છે, જ્યારે ચુંટણીના એક વર્ષ પહેલા ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરી દઇશુનાં બણગાં ફુંકનાર કોંગ્રેસ આજે પણ ઉમેદવારોના નામ જાહેર કરી શકતી નથી. એટલું જ નહીં પરંતુ મીડિયામાં આવતા સમાચારો મુજબ આજે કોંગ્રેસ તેના ઉમેદવારોને ખાનગીમાં મેન્ડેટ વહેંચવા મજબૂર બની ગઇ છે. એક બેઠક પર કોને કેટલા ફોર્મ ભરવાનું કહે છે તે પણ ખબર હોતી નથી.
ભાજપા જનતાની સાથે જનતાની વચ્ચે છે તેવી જ રીતે સોશીયલ મીડિયામાં પણ ફિર એક બાર, મોદી સરકાર, મૈં ભી ચૌકીદાર, જેવા સકારાત્મક અભિયાન સાથે સાત ટેબ્લો રથનું પ્રસ્થાન કરાવ્યું જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી સિધ્ધિઓ પ્રેરિત ગીતો દ્વારા પ્રચાર-પ્રસારમાં આગળ છે. તેમજ ભાજપા તેની પત્રિકાઓ મારફતે જનતાને તેના પ્રત્યેક કાર્યોનો હિસાબ આપે છે, જ્યારે ૫૫ વર્ષના શાસનમાં કોંગ્રેસે જનતાને ક્યારેય હિસાબ સુધ્ધાં આપ્યો નથી.