સુરેન્દ્રકાકાના માર્ગદર્શનમાં વર્ષોથી તૈયાર કરવામાં આવતાં પ્રચાર સાહિત્યમાં ૫૧ પ્રકારની નાની-મોટી ચિજવસ્તુઓનું આજે નિર્દશન કરવામાં આવ્યુ
ભાજપા ઉમેદવારો જાહેર કરવામાં હંમેશા અગ્રેસર રહી છે, જ્યારે ચુંટણીના એક વર્ષ પહેલા ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરી દઇશુનાં બણગાં ફુંકનાર કોંગ્રેસ આજે પણ ઉમેદવારોના નામ જાહેર કરી શકતી નથી, તેના ઉમેદવારોને ખાનગીમાં મેન્ડેટ વહેંચવા મજબૂર બની ગઇ છે.-ભરત પંડ્યા
‘‘ફિર એક બાર, મોદી સરકાર’’, ‘‘મૈં ભી ચૌકીદાર’’ અભિયાન સાથે ભાજપા સોશીયલ મીડિયામાં અગ્રેસર છે
જ્યારે જનતા વચ્ચે રહેવામાં તથા ઉમેદવારોના નામ જાહેર કરવામાં કોંગ્રેસ ખૂબ પાછળ છે – શ્રી ભરત પંડ્યા
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ઇલેકટ્રોનિક મીડિયાની ઉપસ્થિતિમાં જણાવ્યુ હતુ કે, આજરોજ પ્રદેશ કર્યાલય “શ્રી કમલમ” ખાતે ભાજપા દ્વારા આગામી લોક્સભા ચુંટણી અંતર્ગત પ્રચાર-પ્રસાર અર્થે તૈયાર કરાયેલ કીટનુ નિદર્શન યોજાયું હતું. આ પ્રસંગે પ્રદેશના વરિષ્ઠ નેતા અને કોષાધ્ય્ક્ષ આદરણીય સુરેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ અગ્રણી, મહેશભાઇ કસવાલા અને પ્રદેશ મિડીયા કન્વીનર પ્રશાંત વાળા ઉપસ્થિત રહ્યા હતા.
પ્ંડયાએ જણાવ્યુ હતુ કે, લોકસેવા, લોકસંપર્ક અને લોકજાગૃતિના કાર્યક્રમો થકી જનતાની વચ્ચે રહેવામાં ભાજપા હંમેશા અગ્રેસર રહ્યુ છે. જનસંપર્ક હોય કે લોકમન-લોકસૂચનો માટે ‘‘ભારત કે મન કી બાત, મોદી કે સાથ’’ કાર્યક્રમ હોય, કે ઘર-ઘર સંપર્ક અભિયાન કાર્યક્રમ હોય કે યોજના થકી લાભાર્થી સંપર્ક દ્વારા કે કમલદિપ કાર્યક્રમ હોય કે વિધાનસભા સઃ બાઇકરેલી કે લોકસભાસઃ વિજય સંકલ્પ સંમેલન હોય, ભાજપા હંમેશા અગ્રેસર રહ્યું છે.
ભાજપા ઉમેદવારો જાહેર કરવામાં હંમેશા અગ્રેસર રહી છે, જ્યારે ચુંટણીના એક વર્ષ પહેલા ઉમેદવારોનુ લીસ્ટ જાહેર કરી દઇશુનાં બણગાં ફુંકનાર કોંગ્રેસ આજે પણ ઉમેદવારોના નામ જાહેર કરી શકતી નથી. એટલું જ નહીં પરંતુ મીડિયામાં આવતા સમાચારો મુજબ આજે કોંગ્રેસ તેના ઉમેદવારોને ખાનગીમાં મેન્ડેટ વહેંચવા મજબૂર બની ગઇ છે. એક બેઠક પર કોને કેટલા ફોર્મ ભરવાનું કહે છે તે પણ ખબર હોતી નથી.
ભાજપા જનતાની સાથે જનતાની વચ્ચે છે તેવી જ રીતે સોશીયલ મીડિયામાં પણ ‘‘ફિર એક બાર, મોદી સરકાર’’, ‘‘મૈં ભી ચૌકીદાર’’, જેવા સકારાત્મક અભિયાન સાથે સાત ટેબ્લો રથનું પ્રસ્થાન કરાવ્યું જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની જનકલ્યાણકારી સિધ્ધિઓ પ્રેરિત ગીતો દ્વારા પ્રચાર-પ્રસારમાં આગળ છે. તેમજ ભાજપા તેની પત્રિકાઓ મારફતે જનતાને તેના પ્રત્યેક કાર્યોનો હિસાબ આપે છે, જ્યારે ૫૫ વર્ષના શાસનમાં કોંગ્રેસે જનતાને ક્યારેય હિસાબ સુધ્ધાં આપ્યો નથી.
ભરત પંડ્યાએ પ્રચાર પ્રસાર અર્થે તૈયાર કરાયેલ કીટ વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રકાકાના માર્ગદર્શનમાં વર્ષોથી તૈયાર કરવામાં આવતી ભાજપાની પ્રચાર સાહિત્ય કીટમાં ૫૧ કરતા વધુ વસ્તુઓનો સમાવેશ કરવામા આવેલ છે જેમા મહિલાઓ માટે લેડીઝ પર્સ, પેન્ડલ, બક્કલ, કાંસકા, સાડી પીન, માથાનુ બોરીયુ સહિતની ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
યુવાનો માટે પોકેટ ડાયરી, ટી-શર્ટ, રિસ્ટ બેલ્ટ સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે ચશ્મા, હાથ પંખા, ટોપી જેવી ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના કટ આઉટ્સ તેમજ ફેસમાસ્ક, ઘરે લગાવવા માટે ભાજપાના ઝંડા, સ્ટીકર, પત્રિકા તેમજ તોરણ જેવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ લોકસભા ક્ષેત્રમાં બૂથસઃ કીટનું વિતરણ કરવામાં આવશે.