ગુજરાત વિકાસની કેડી પર અવિરત આગળ વધી રહ્યું છે: મોહનભાઇ કુંડારિયા
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સતા ને સાધના માની ને દેશ ની તસ્વીર અને તકદીર બદલી ને વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ ની કેડી પર અવિરત આગળ વધી રહ્યું છે અને દેશ ને નવી દિશા આપી રહ્યું છે.
રાજ્ય ના મહાનગરો અને જીલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ અધ્યતન સુવિધાઓ થી સજ્જ બની રહ્યા છે અને ગુજરાત ની જનતા સુશાસનનો અનુભવ કરી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. 178 લાખના ખર્ચે મંજુર થયેલ માલીયાસણ – ધમલપર – પીપળીયા રોડ તથા પીપળીયા – ખીજડીયા – જેપર રૂપાવટી રોડના ડામર કામનું ખાતમુહુર્ત લોકલાડીલા સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર ના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ તકે મોહનભાઈ કુંડારિયા તેમજ ભૂપતભાઈ બોદર એ જણાવ્યું હતું કે માલીયાસણ, ધમલપર, પીપળીયા રોડ તથા પીપળીયા – ખીજડીયા – જેપર રૂપાવટી રોડ પર ડામર રોડ ની સુવિધા થી વાહન ચાલકો તેમજ રાહદારી ની સુખ – સુવિધા – સગવડતા માં વધારો થશે.
આ તકે પ્રકાશભાઈ કાકડિયા, જી.ભાજપ ઉપપ્રમુખ નરોતમભાઈ પરમાર, દેવભાઈ કોરડીયા, સંજયભાઈ રંગાણી, આર.ડી.સી. ડીરેકટર શૈલેષભાઈ ગઢિયા, કેયુરભાઈ ઢોલરીયા, રા.માં.યાર્ડ ડીરેક્ટર જે.કે.પીપળીયા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ મકવાણા, ભરતભાઈ ડાભી, વિપુલભાઈ બસિયા, સી.ટી.પટેલ, જમાલભાઈ જુણેજા, તથા ધમલપર સરપંચ હિતેશભાઈ ધોળકિયા, નાકરાવાડી સરપંચ દીપકભાઈ બાવરવા, પીપળીયા સરપંચ કાનજીભાઈ ચારોલા, સી.પી.સખીયા, મનસુખભાઈ દંતેસરિયા, દામજીભાઈ રામાણી તથા આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.