વોર્ડ નં.૪માં પેટા ચૂંટણી અંતર્ગત બક્ષીપંચ મોરચાનું સંમેલન યોજાયું
વોર્ડ નં.૪માં ભગવતીપરા ખાતે આવેલી ગુર્જર પ્રજાપતિ સમાજની વાડી ખાતે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા બક્ષીપંચ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ની ઉપસ્િિતમાં અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુની આગેવાની હેઠળ સંમેલન યોજાયું હતું. આ તકે મોહનભાઈ વાડોલીયા, રાજુભાઈ બોરીચા, રમેશ પરમાર, મનસુખ ધંધુકીયા સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતા. આ સંમેલનમાં સ્વાગત પ્રવચન નિલેશ જલુએ તેમજ પ્રાસંગિક ઉદબોધન કિશોર રાઠોડ ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાએ કર્યું હતું.
આ તકે બક્ષીપંચ મોરચાના સંમેલનને સંબોધતા ગુજરાત પછાત વર્ગ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્ર બાપુ)એ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બક્ષીપંચ સમાજમાં આવતી તમામ શ્રેણીની જ્ઞાતિઓને સરકારની વિવિધ યોજનાઓના માધ્યમી લાભો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે ખરા ર્અમાં સામાજીક સમરસતાનું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરું પાડયું છે.
આ તકે અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, સંજય ગોસ્વામી, સોમભાઈ ભાલીયા, લલીત વાડોલીયા, રમેશ પરમાર, રાજેશ સિંધવ સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યાં હતા.