- ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશીંગુ ફૂંકતી કોંગ્રેસ
- દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધતા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી: આદિવાસી સમાજના પ્રશ્ર્નો માટે લડત આપવા વિવિધ કાર્યક્રમો અપાશે
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધી આજે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેઓએ સવારે દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધન કરતા રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતાઓ આદિવાસી સમાજના વિશેષ અધિકારોને છીનવવાનું કામ કરી રહી છે. સાથે સાથ આદિવાસીઓની ઓળખ અને સંસ્કૃતિને મોટા પાયે નુકશાન પહોંચાડી રહી છે.
જાહેરસભાને સંબોધવા બાદ તેઓએ બપોરે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સાથે મહત્વ પૂર્ણ બેઠક પણ યોજી હતી. અને આદિવાસી વિસ્તારના આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજી હતી.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધતા રાજયની ભારત સરકાર પર પ્રહાર કર્યા હતા કે, ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત સંસદ, ધારાસભા અને સડક પર લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે.
મનરેગા, જંગલની જમીનના અધિકાર સહિત અનેક કાયદાનું ગુજરાતની ભાજપ સરકાર અમલ કરતી નથી અને જ્યાં દેખાવ પુરતી યોજના કરે તો તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપના મળતીયા કરી રહ્યાં છે. મનરેગામાં ઓછુ વેતન, કામના ઓછા કલાકો, કામના ઓછા દિવસો સહિત મોટા પાયે આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં બહુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેનેે આદિવાસી સમાજના ભાઈ-બહેનોના હક્ક – અધિકારને પુન: સ્થાપિતકરવા રાહુલે હાંકલ કરી હતી.
તેઓએ ઉમેર્યુ હતું કે શિક્ષણનું વ્યાપારીકરણ, આરોગ્ય સેવાની તકલીફો, રોજગાર, પેપર ફૂટવા, સરકારી ભરતીમાં વ્યાપક કૌભાંડ, નાના વેપારીઓની વ્યાપક તકલીફ, પરેશાની, મહિલા સુરક્ષા, મોંઘવારી, સામાજિક ન્યાય – દલિત, આદિવાસી પછાતવર્ગો પર વધતી, સતત વધતા જતા ટેક્ષ, આર્થિક અસમાનતા, ઘરનું ઘર, જમીન દલાલો, જમીન માફિયાઓને લીધે વ્યાપક હેરાનગતિ, સરકારી તંત્રનું એકતરફી વલણ – ખેસ વગરના કાર્યકર્તાઓ, બેફામ ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાએ જનતા હેરાન પરેશાન છે.
સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતિથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મૂકયા હતા. . આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કર્યા હતા. આદિવાસી સમાજના ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ અંબાજી થી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં 10,000 થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કર્યા હતા.