વિધાનસભામાં વિપક્ષોની પ્રશ્ર્નોતરીનો પ્રત્યુતર આપતા ભાનુબેન બાબરીયા
રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ રાજયપાલના પ્રવચન પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાનુબેન બાબરીયા અને એ ચિંતાના ભાગ‚પે બહેનો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી હતી. તેમાં ખાસ કરીને બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હતી. ગુજરાતમાં જે કુપોષિત બાળકો હતા એનો ખોરાક હોય તેમજ દિકરીઓના શિક્ષણની વાત હોય. બાળ મૃત્યુદર અને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે ચિરંજીવી યોજના અમલમાં મુકવાની હોય, બહેનોને ન્યાય મળે એના માટે નારી અદાલતોની વાત હોય. આમ દરેક ક્ષેત્રમાં જુદી જુદી યોજનાઓ શ‚ કરવામાં આવી. સાથો સાથ રાજકીય ક્ષેત્રમાં પણ બહેનો પોતાનું આગવું અનુદાન પ્રદાન કરી શકે અને પોતાની અલગ આગવી ઓળખ પેદા કરી શકે તે માટે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઈ કરવામાં આવી. જેનાથી તેઓ રાજકીય ક્ષેત્રે પોતાનો પ્રભાવ વધારી શકે, સેવાકીય પ્રવૃતિઓ બજાવી શકે તે માટે આ બધી જોગવાઈ કરવામાં આવી છે.
મહિલાઓના સશકિતકરણ માટે ઔધોગિક ક્ષેત્રે બહેનો આગવું પ્રદાન કરી શકે અને પોતાનો ઉધોગ ઉભો કરી પોતાની સારી નામના ઉભી કરી શકે એટલા માટે થઈને ખાસ મહિલાઓ માટે અલગથી જીઆઈડીસી સ્થાપવામાં આવી છે. બહેનોને પોતાની ઓળખ ઉભી કરવા માટે થઈને પોતાની શકિત બતાવતી હોય છે. ગૃહમાં એક ચર્ચા બીજી પણ થઈ, દિકરીઓને ભણાવવાની વાત થઈ. ભૂતકાળમાં દિકરીઓ ભણી નથી એના માટે કોણ જવાબદાર ? મારે એ વાત કરવી છે કે અમને ભણાવવા અમારા શાળાએ મુકવા આવતા હતા કોઈ રાજયના મુખ્યમંત્રી નહોતા આવ્યા. આજે પ્રવેશોત્સવ થકી આ રાજયના મુખ્યમંત્રી પોતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવવા જાય છે. એ દિકરી મોટી થશે ત્યારે કહેશે કે અમને શાળાએ પ્રવેશ કરાવવા માટે આ રાજયના મુખ્યમંત્રી આવ્યા હતા.